અમદાવાદ: રાજ્યમાં કદાચ પહેલીવાર 50 લાખ રુપિયાની લાંચ લેતા કોઈ પોલીસકર્મી રંગેહાથ ઝડપાયો છે. થર્ટી ફર્સ્ટની રાત્રે અમદાવાદ રેન્જ આઈજીની આર.આર. સેલમાં કાર્યરત ASI પ્રકાશસિંહ રાઓલને એસીબીએ આણંદની એક રેસ્ટોરાંમાં કેશ સાથે ઝડપી લીધો હતો. એસીબીએ હાથ ગોઠવેલી ટ્રેપમાં 50 લાખ રુપિયા અરેન્જ કરવાથી લઈને ચાલાક પોલીસકર્મી છટકી ના જાય તે માટે જોરદાર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, જેની વિગતો હવે બહાર આવી છે.પ્રકાશસિંહે નકલી ખાતરના એક કેસમાં એક આરોપીના નામનો ઉલ્લેખ ના કરવા માટે 60 લાખ રુપિયાની ડિમાન્ડ કરી હતી. આ મામલે એન્ટિ કરપ્શન બ્યૂરોને જાણ કરવામાં આવતા તેને ઝડપી લેવા માટે પ્લાનિંગ શરુ થયું હતું. જેમાં સૌથી મોટો પ્રશ્ન 50 લાખની કેશ અરેન્જ કઈ રીતે કરવી તે હતો. ફરિયાદી પોતે આટલી કેશ મેનેજ કરી શકે તેમ નહોતા. નિયમ પ્રમાણે ટ્રેપ મની માટે વધુમાં વધુ 20 લાખ રુપિયા જ એસીબી પાસે હોય છે.

રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ લાંચ લેતા કોઈ પોલીસકર્મીને પકડવા માટે ગોઠવાયેલી આ ટ્રેપમાં એસીબી કોઈ ચાન્સ લેવા નહોતી માગતી. આખરે, એસીબીએ પોતાના ફંડમાંથી સાડા છ લાખ રુપિયા મેનેજ કર્યા હતા, પરંતુ બાકીના 43.50 લાખ મેનેજ થાય તેવા કોઈ ચાન્સ નહોતા. તેવામાં એસીબીના સિનિયર અધિકારીઓ દ્વારા એક ટ્રીક વાપરવાનું નક્કી કરાયું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસમાં પ્રકાશસિંહ જ્યારે રુપિયા લેવા રાત્રે આણંદ પહોંચ્યો, ત્યારે તેને જે બેગ આપવામાં આવી તેમાં અસલી નોટો તો માત્ર 6.50 લાખ રુપિયાની જ હતી. કોન્સ્ટેબલને શક ના જાય અને તે લાંચ લેવાનો ઈનકાર ના કરે તે માટે અસલી નોટોની નીચે એસીબીએ કાગળના બંડલ મૂક્યા હતા. પ્રકાશસિંહે જેવી રુપિયા ભરેલી બેગ સ્વીકારી કે એસીબીની ટીમ ત્રાટકી હતી, અને તેને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.સૂત્રોનું માનીએ તો, એસીબીએ આ કેસમાં નિયમ અનુસાર રિયલ પંચનામું જ કર્યું છે, જેમાં બેગમાં સાડા છ લાખની જ કેશ હોવા છતાં લાંચની રકમ 50 લાખ દર્શાવાઈ છે. જેનો ફાયદો આરોપી ઉઠાવી શકે છે. પરંતુ બીજી તરફ એસીબીના સૂત્રોનું કહેવું છે કે, આ મામલે લાંચની આરોપી દ્વારા કરવામાં આવેલી માગણી અને તેમાં રકમના સ્પષ્ટ ઉલ્લેખ સહિતના પુરાવા છે,

જેનો પંચનામામાં ઉલ્લેખ કરાયો છે.આરોપીના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે, જેમાં તેણે લાંચ માગી હોવાના ઓડિયો પુરાવાને મજબૂત બનાવવા માટે તેના અવાજના નમૂનાને સાઈન્ટિફિકલી મેચ કરવા માટે એફએસએલમાં ટેસ્ટ કરાશે. આ સિવાય રિમાન્ડ દરમિયાન કેસની તમામ કડીઓને એકબીજા સાથે જોડીને કેસ મજબૂત બનાવાશે તેવું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના કેસમાં ટ્રેપમાં રંગેહાથે ઝડપાયા બાદ પણ આરોપીને સજા અપાવવાનું કામ ખૂબ જ પડકારજનક હોય છે. જોકે, હવે લેટેસ્ટ ટેક્નોલોજીને કારણે પહેલા કરતા આ કામગીરી હવે ઘણી સરળ તેમજ સાયન્ટિફિક બની છે.

  • શું હતો કેસ ?

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કંસારી ગામે એક ફેક્ટરીમાં ખાતરમાં ભેળસેળ કરાતી હોવાની શંકાએ દરોડો પાડવામાં આવ્યો હતો. રેડની કામગીરી અમદાવાર રેન્જ આઈજીની આર.આર. સેલે કરી હતી. જોકે, આ કેસમાં કોઈ આરોપી પકડાયો હોવાનું રેકોર્ડ પર નહોતું દર્શાવાયું. આ મામલે સેટલમેન્ટ માટે પ્રકાશસિંહ રાઓલ દ્વારા આરોપીના નામ ના દર્શાવવા માટે 60 લાખ રુપિયાની લાંચ માગવામાં આવી હતી. પ્રકાશસિંહ વહીવટદાર તરીકે ભૂતકાળમાં પણ ચર્ચામાં રહી ચૂક્યો હોવાનું સૂત્રોનું કહેવું છે. તે આણંદ જિલ્લામાં પણ ફરજ બજાવી ચૂક્યો છે. તેની પાસે બેનામી મિલ્કતો હોવાની પણ ચર્ચા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જે રેસ્ટોરાંમાં તેણે લાંચ સ્વીકારી હતી તે પણ તેની પોતાની જ છે…


50 લાખનો તોડ: ASI પ્રકાશસિંહને પકડવા ACBએ અપનાવી હતી ગજબની ટ્રીક
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!