ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા કોલવડા ખાતે કોવીડ ડેજીગ્નેટેડ હોસ્પિટલ બનાવેલી છે. આ હોસ્પિટલમાં પ્રતિ મિનીટ3 300 લીટરની ક્ષમતા વાળો ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે.
ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ કોરોનાની ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં, બનાવાયેલા 300 લીટરની ક્ષમતા વાળા ઓક્સિજન પ્લાન્ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ના હસ્તે લોકાર્પણ કરાશે.
ગાંધીનગર સસંદીય ક્ષેત્રમાં આવતા કોલવડામાં ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ ઊભી કરાયેલ છે. આ હોસ્પિટલમાં શ્વાસની તકલીફને લઈને દાખલ થતા કોરોનાના દર્દીની સારવાર માટે તકલીફ પડતી હતી. જો કે હવે 300 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત થતા, શ્વાસની તકલીફ સાથે કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર વધુ ઝડપથી અને એક જ સ્થળે થઈ શકશે.ઓક્સિજન પ્લાન્ટ માટે અમેરિકાથી મશીનરી મંગાવાઈ છે.
મશીનરી ગાંધીનગર આવી ગયા બાદ માત્ર ૩ દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાયો હોવાનું અધિકારીક સૂત્રોઓ જણાવ્યુ હતું. નવા ઊભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા 300 લીટર પ્રતિ મિનિટની છે. પી.એસ એ ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરાશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ પણ ઉપસ્થિત રહેશે.