અમદાવાદના પૂર્વ વિસ્તારના કૃષ્ણનગર અને નિકોલમાં લૂંટ કરીને ફરાર થઈ ગયેલા 5 આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. તેમની પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. 2 દિવસ પહેલા એક બાદ એક ફાયરિંગ કરીને કરિયાણા અને જવેલર્સ માલિકને લૂંટીને ફરાર થઈ જવાની ઘટના બની હતી. જેને લઈને જવેલર્સોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓએ ફાયરિંગ સહીત લૂંટની ઘટનાને અંજામ આપી શહેર પોલીસને હંફાવી દીધી હતી. પૂર્વ વિસ્તારમાં આવેલા એક જવેલર્સ તથા વેપારીને લૂંટી અમદાવાદના વેપારીઓમાં દહેશતનો માહોલ ઉભો કરી દીધો હતો. સૌ પ્રથમ લૂંટ 02-01-2021 ના રોજ ઠક્કરબાપા નગર નજીક આવેલી તમાકુ અને સોપારીના વેપારીના ત્યાં ફાયરિંગ કરી રોકડ રકમ 30,000ની લૂંટ ચલાવી હતી.
છેલ્લા દસ દિવસમાં અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે ચોરીઓ અને લૂંટના ગુનાને અંજામ આપી ગણતરીની સેકંડો માંજ ગાયબ થઇ રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં બે લૂંટના બનાવનો ભેદ ઉકેલ્યો છે. ફોજી ગેંગના પાંચ સાગરીતોની ઝડપી અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.
આ પછી બીજી લૂંટ 03-01-2021 ના રોજ નિકોલ વિસ્તારમાં વિરલ ગોલ્ડ પેલેસમાં દિલધડક લૂંટ ચલાવી હતી, જેમાં 6.77,000 ની લૂંટ ચલાવી હતી. લૂંટ થતાની સાથે જ પોલીસને અંદાજો આવી ગયો હતો કે લૂંટ કરનારી આ એક જ ટોળકી છે ત્યારે સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરતા લૂંટારુ ટોળકીનું પગેરું મળી આવ્યું હતુ.
ક્રાઇમના સ્થળ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ત્યારબાદ આરોપીઓના રૂટના સીસીટીવી ફૂટેજના આધારે તથા લૂંટમાં વપરાયેલા વાહનના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓની ઓળખ થઇ ચુકી અને પાંચ આરોપીઓની રાજવીર સિંહ બરજપાલસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ઉર્ફે લલ્લા ગૌર, સુકેન્દ્રસીંગ અજમેરસિંગ નરવરિયા, દિપક પરિહાર તથા અજય મરાઠાની મહારાષ્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે સતેન્દ્ર સિંહે આ લૂંટની ઘટનાને અંજામ માટે પોતાના બનેવી બુદ્ધે સિંગને ઇટવાથી બોલાવેલ હતા અને તેના બનેવીએ લૂંટના ગુનામાં સંડોવાયેલા સુધીર ઉર્ફે ફોજી અને લખનને લઈ ને આવ્યો હતો. સાથો સાથ રાજવીર સિંહે પોતાના સાળા દિપક પરિહાર ને મુંબઈ થી બોલાવેલ અને જેને પોતાના મિત્ર અજય મરાઠા ને લઈને આવ્યો હતો. આ લોકોએ પેહલા કૃષ્ણનગર લૂંટ માટે એક બાઈકની ચોરી કરી રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ રકમ પુરીના હોવાથી બીજી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
આ લોકોએ પેહલા કૃષ્ણનગર લૂંટ માટે એક બાઈકની ચોરી કરી રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ રકમ પુરીના હોવાથી બીજી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
પહેલા જે દુકાનમાં લૂંટ થઈ તે દુકાનમાંથી રાજવીર પરિચિંત હતો. ત્યાર બાદ બીજી બાઈક ચોરી કરી તમામ આરોપીઓ એક બીજા સાથે મળી સોનાની દુકાનમાં લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે આ લૂંટારુ ટોળકીએ ભેગા મળીને બંને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, મહત્વનું છે કે લૂંટારુએ જયારે નિકોલમાં લૂંટની ઘટનાની અંજામ આપ્યા બાદ જે રિક્ષામાં ગયા હતા, તે ઓટો રીક્ષાનો કલર પણ બદલી નાંખ્યો હોવાનું કેફિયત પોલીસ સમક્ષ આરોપીઓએ કબૂલી છે. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ફૌજી ગેંગના બંને મુખ્ય સાગરીતોની ધરપકડ કરવા માટેનો લે આઉટ પ્લાન પણ ઘડી નાંખ્યો છે.