નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી માથાકૂટ બાદ આખરે ખેડૂતોને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સાંજે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ, ખેડૂતોની ઈચ્છાને જોતા કેટલીક શરતોની સાથે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપવામાં આવી છે. કિસાન સિંધુ, ટીકરી અને ગાઝીપુર બોર્ડરથી દિલ્હીની અંદર પહોંચશે

તો ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે ખેડૂતોને અપીલ કરી છે કે તે દિલ્હીની અંદર માત્ર ટ્રેક્ટર લાવે, પોતાની ટ્રોલી લઈને ન આવે.

દિલ્હી પોલીસે 63 કિમીનો રૂટ ઓફર કર્યો હતો

પરેડને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂત સંગઠનો વચ્ચે શનિવારે વાતચીત થઈ હતી. તે સમયે દિલ્હી પોલીસે સિંધુ બોર્ડરથી ખરખૌદા ટોલ પ્લાઝાનો રૂટ પરેડ માટે ઓફર કર્યો હતો. આ રૂટ 63 કિલોમીટરનો છે.

દિલ્હીના ત્રણ સ્થળો પર ટ્રેક્ટર રેલીને મંજૂરી

ટ્રેક્ટર રેલી પર દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ કે, આજે ખેડૂતો સાથે સારો સંવાદ રહ્યો. દિલ્હીના ત્રણ સ્થળો પર ટ્રેક્ટર રેલીને કેટલીક શરતોની સાથે મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણેય બોર્ડર પર બેરિકેટ હટાવી દેવામાં આવશે. આ રેલીમાં ગડબડ થવાના ઇનપુટ્સ પણ મળ્યા છે. કેટલાક પાકિસ્તાનીઓના ટ્વિટર હેન્ડલ પર અમારી નજર છે.

308 ટ્વિટર હેન્ડલ પર નજર રહેશે

દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ કે, ખેડૂતોની સાથે તમામ પાસાઓ પર વાત થઈ છે. સંપૂર્ણ સન્માન સાથે ટ્રેક્ટર રેલી નિકળે તે અમારો પ્રયાસ છે. ટ્રેક્ટર રેલીમાં ગડબડીને લઈને પાકિસ્તાનથી ટ્વિટર હેન્ડલ ચલાવવામાં આવી રહ્યાં છે. તેવા 308 ટ્વિટર હેન્ડલની જાણકારી મળી છે.


દિલ્હી પોલીસે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપી, 26 જાન્યુઆરીએ આ રસ્તેથી દિલ્હીની અંદર પહોંચશે ખેડૂતો.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!