અમદાવાદ: શહેરની શહેરકોટડા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. લોડિંગ રિક્ષા માલિક અને ડિલિવરી બોયને ઓછી કમાણી મળતા તેઓ વધુ રૂપિયા કમાવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. આ શખશો ગેસ ભરેલી બોટલમાંથી થોડો ગેસ અન્ય ખાલી બોટલમાં કાઢી લોકોને ઓછો ગેસ સપલાય કરતા હતા. પોલીસે બે લોકોની 19 ગેસની બોટલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ એમ આઈ ચૌધરીની ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમમાં એક પોલીસકર્મીને બાતમી મળી કે, કેટલાક લોકો ગેસ કટિંગ કરી લોકો સાથે છેતરપીંડી આચરે છે. જેથી બાતમી આધારે એક લોડીંગ રીક્ષા નવદુર્ગાની ચાલી પાછળ આવેલી આંગણ વાડી પાસે ઊભી રખાવી હતી. ત્યારે આ લોડીંગ રીક્ષામાં રાંધણગેસના બાટલા હતા. જે કોને પહોંચાડવાના છે તે બાબતે શખ્સની પૂછપરછ કરી હતી. આ શખ્સની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, રાંધણ ગેસના બાટલામાંથી પેન્સિલ વડે રાધણગેસ કાઢી લઇ ગ્રાહકોને ઓછી ભરેલી રાંધણગેસના બોટલો આપી શખશો છેતરપિંડી કરે છે. અને હાલમાં આ શખ્સોએ પોતાની ગેસના બાટલા ભરેલ લોડીંગ રીક્ષા ગેસ કાઢવા ઊભી રાખી હતી.


અમદાવાદ: શહેરકોટડા સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું કૌભાંડ ઝડપાયું, આ રીતે લોકોને છેતરી કમાતા હતા રૂપિયા.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!