કોંગ્રેસ – દિનેશ શર્માએ ગુનાઇત ઇતિહાસ ધરાવતા રવિ ગુપ્તાને અમરાઈવાડીના ભાઈપુરા વોર્ડમાંથી કોર્પોરેશનની ટીકીટ આપવાની માંગ.

કોંગ્રેસ – દિનેશ શર્માએ ગુનાઇત ઇતિહાસ ધરાવતા રવિ ગુપ્તાને અમરાઈવાડીના ભાઈપુરા વોર્ડમાંથી કોર્પોરેશનની ટીકીટ આપવાની માંગ.

Share with:


કોંગ્રેસ નેતા દિનેશ શર્માએ ગુનાઇત ઇતિહાસ ધરાવતા રવિ ગુપ્તાને અમરાઈવાડીના ભાઈપુરા વોર્ડમાંથી કોર્પોરેશનની ટીકીટ આપવાની માંગ કરતા પાર્ટીના અન્ય નેતાઓ મુંઝવણમાં મુકાયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. કાચીંડા ગેંગના મુખ્ય સુત્રધારોના ભાઈ રવિ ગુપ્તાને ઉછેરનાર કોંગ્રેસ નેતા દિનેશ શર્માના આ નવા ત્રાગાથી કોંગ્રેસ પાર્ટી ગેરવાજબી માંગ સ્વીકારી કાચીંડા ગેંગનું શરણું લેશે? તે સવાલએ ભારે ચર્ચા જગાવી છે. કાચીંડા ગેંગના સુત્રધારોના નાના ભાઈ એવા રવિ ગુપ્તા અને તેના ભાઈઓ પર હત્યા સહીતની કલમો હેઠળ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. રવિ ગુપ્તા હત્યાના બનાવ વખતે જૂવેનાઈલ હોવાથી તેનો જલદી છુટકારો થઈ ગયો હતો. કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચા છે કે, હત્યા જેવા ગંભીર ગુનાના આરોપી રવિ ગુપ્તાને કોર્પોરેશન ઈલેકશનની ટીકીટ આપીને ગુજરાતમાં કોંગ્રેસની માંડ માંડ પાટા પર આવી રહેલી ગાડીને નીચે ઉતારવાની મુર્ખામી કોઈ નેતા કરે નહી, પણ દિનેશ શર્માની ગેરવાજબી માંગ સામે ઘુંટણીયે પડે તો નવાઈ નહી.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ અમરાઈવાડીના ભાઈપુરા વોર્ડમાં રવિ ગુપ્તાને ટીકીટ આપવા માટે ધમપછાડા શરૂ કર્યા છે. રવિ ગુપ્તા પોતે ૨૦૧૦ની સાલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. અમરાઈવાડી વિસ્તારમાં કાચીંડા ગેંગના નામથી લોકો થરથર કાંપે છે. તે કાચીંડા ગેંગના સૂત્રધાર બબલુ કાચીંડા અને સુનીલ કાચીંડાનો નાનો ભાઈ એટલે રવિ ગુપ્તા છે. રવિ ગુપ્તાએ અમરાઈવાડી વિસ્તારમાં આનંદ મારવાડીની હત્યા કરી ત્યારે તે જૂવેનાઈલ હોવાથી તેનો છુટકારો થયો હતો. રવિ ઉપર આ ઉપરાંત પોલીસ પર હુમલો, મની લોન્ડ્રીંગ એક્ટ, લૂંટ અને પ્રોહીબીશનના કેસ થયેલા છે. રવિના ભાઈઓ બબલુ ઉર્ફ કાચીંડો ગુપ્તાએ અમરાઈવાડીમાં મનોજ ટકલાની હત્યામાં તેમજ સુનીલ ઉર્ફ કાચીંડો રામોલમાં મુસ્લીમ યુવકની હત્યામાં સંડોવાયેલા છે. કાચીંડા ગેંગના નામથી વિસ્તારના લોકો ફફડતા હોવાથી આ ગેંગની સામે કોઈ પડતું નથી. રવિ ગુપ્તાએ પોતાની રાજકીય કારકીર્દીમાં કોઈ જૂના ડાગ ના અડચણરૂપ ના બને તે માટે પોતાનું નામ કાચીંડા ગેંગમાંથી કઢાવવા માટે કોર્ટમાંથી હુકમ લીધો હતો. આમ, બે ભાઈઓ ગેંગ ચલાવે તો નાનો ભાઈ રાજકીય નેતા બનીને ફરે છે.

Share with:


News