અમદાવાદમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના પ્રકાશમાં આવી છે. મહત્વનું છે કે કિશોરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે ફોન કરી પોતાની પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતા. માસુમ સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમ આરોપી કોણ છે
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતી મહિલાને ત્યાં છેલ્લાં 15 દિવસથી ડુંગળી-બટાકા લેવા માટે નીરજ વર્મા નામનો યુવક આવતો હતો. શનિવારે નીરજ વર્મા પોતાની રીક્ષા લઈ મહિલાનાં ઘરે આવ્યો હતો. મહિલાને શાકભાજી લેવા જવાનું હોવાથી તેઓએ નીરજ વર્માની રીક્ષા લઈને પતિ અને દીકરા સાથે રીક્ષામાં વાસણા જવા નીકળ્યા હતા. બસ આ એકલતાનો લાભ ઉપાડી નરાધમ નીરજ વર્મા 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
” શનિવાર રોજ આરોપીની રીક્ષા લઇને સગીરાના માતા-પિતા અને દીકરી બટાકા, ડુંગરી લેવા ગયા તે સમયે સગીરાની એકલતાનો લાભ લઈને આરોપી યુવક ઘરે આવ્યો હતો. ઘરમાં સગીરાની નાની બહેનને પૈસા આપી ચોકલેટ લેવા માટે બહાર મોકલી અને સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં સગીરાને કોઈને વાતની જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સમગ્ર ઘટનાને લઇને સગીરાએ માતાપિતાને જાણ કર્યા પછી સગીરાએ પોતે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પોતાની સાથે બનેલા બનાવની જાણ કરતા અમરાઈવાડી પોલીસે આરોપી નીરજ વર્મા સામે પોકસો એકટ મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવવી તજવીજ હાથ ધરી છે.“