ગુજરાતના પ્રવાસે ભૂપેન્દ્ર યાદવ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય બજેટ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સંબોધન કરશે.

ગુજરાતના પ્રવાસે ભૂપેન્દ્ર યાદવ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય બજેટ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સંબોધન કરશે.

Share with:


ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ભાજપ પ્રદેશ પ્રભારી ગુજરાતના પ્રવાસે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી છે. ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રભારી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે. ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ એક પત્રકાર પરિષદમાં પણ સંબોધન કરશે. સાથે આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર રહેશે. ગુજરાતના પ્રવાસે ભૂપેન્દ્ર યાદવ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય બજેટ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સંબોધન કરશે. તો ગુજરાતમાં ભાજપના નારાજ કાર્યકરો વિશે પણ જવાબ આપવો પડશે. મહત્વનું છે કે, ગઈકાલે અને આજે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેને લઈ અનેક કાર્યકરો નારાજ થયા છે. તો કેટલાક વિસ્તારમાં બહારી ઉમેદવારને ઉભા રાખવાની વાતને લઈને પણ સમર્થકોએ નારાજગી દર્શાવી છે. સી.આર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ મનપાની ચૂંટણીમાં તેમની કામગીરી અને ઉમેદવારોની પસંદગીનું આંકલન પણ થઈ રહ્યું છે. 

Share with:


News