રાજ્યા ના કેટલાય શહેરોમાં સ્પા ચાલી રહ્યા છે, પરંતુ કેટલાક સ્પામાં મસાજના ઓઠા હેઠળ દેહવ્યાપારનો વ્યવસાય ચલાવવામાં આવતા હોવાનું કેટલીયવાર સામે આવી ચુક્યું છે, આવા જ વધુ એક સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી પણ પોલીસે એવાજ એક દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 2 લોકો ની ધરપકડ કરી છે અને જેમાં સંચાલક અને મહિલા મેનેજર સામેલ છે. નરોડા પોલીસને માહિતી મળી હતી કે નરોડા વિસ્તારમાં આવેલ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 22માં આવેલ આયુશી સ્પામાં સ્પાના મલિક અમિત શાહ અને મહિલા મેનેજર બન્ને ભેગા મળી પોતાના આર્થિક લાભ માટે બહારથી યુવતીઓને લાવી તેમને ગ્રાહક દીઠ 300 રૂપિયા આપવાનું નક્કી કરી પોતાના સ્પામાં રાખી બહારથી પુરુષો ગ્રાહકોને બહારથી બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવી રહ્યા છે. પોલીસે આ કેસમાં ઇમોરલ ટ્રેફિકિંગ એક્ટની કલમ 3,4,5,7 મુજબ ગુનો દાખલ ગ્રાહકને મસાજ માટે બોલાવી સ્પાની અંદર દેહવ્યાપારનો ધંધો કરાવતાં હતાં. નરોડા પોલીસે બંને જણાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.