મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી??

રાકેશ કુમાર યાદવ દ્વારા.

અમદાવાદ પોલીસની તાનાશાહી સેવા સુરક્ષા અને સલામતી ના સૂત્રને નિરર્થક કરતી ગુજરાત પોલીસના ઘણા કિસ્સાઓ નોંધાય છે..પરંતુ જ્યારે પ્રજાની રક્ષક એવી પોલીસ જ કાયદાનો રોડ બતાવી નિર્દોષ લોકો પર અત્યાચાર કરે ત્યારે આમ પ્રજાએ ન્યાય મેળવવા જવું ક્યાં..?

કેટલાક પોલીસ કર્મીઓને બેહુદા વર્તનને કારણે પૂરી પોલીસ બદનામ થઈ રહી છે..ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદ માં બન્યો છે. અમદાવાદના એરપોર્ટ પોલીસ મથકની હદમાં રહેતી રેનુબેન નામની મહિલા પર પોલીસે દમનગિરિ કરતા આખરે રેનુબેને ન્યાય માટે આખરે એસ.પી.ને ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે..મહિલાના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસથી તેના ઘરમાં ઝગડો ચાલતો હતો..

જેથી તેનો પતિ મનોજ ઘરે થી ક્યાંક નીકળી ગયો હતો..અને રનુબેને તેના પતિ મનીજને ફોન કરતા તેણે ઘરે નહિ આવું અને આત્મહત્યા કરી લઈશ તેવું જણાવતા આખરે રેનુબેને 100 નંબર ડાયલ કરી પોલીસને જાણકારી આપી હતી ત્યારે પોલીસ આવીને સામાવાળાને અટક કરવાને બદલે ફરિયાદીને પોલીસ મથકે લઇ ગઈ હતી જ્યાં રેનુંબેને સમગ્ર હકીકત પોલીસને જણાવી રહ્યા હતા તે દરમ્યાન પ્રકાશ પરમાર નામના હેડ કોન્સ્ટેબલે અચાનક રેનુંબેન ના દીકરા ને તમાચો મારી દીધી હતો. ત્યારે તેમનો દીકરો બેભાન થઇ જતાં હેડ કોન્સ્ટેબલ પ્રકાશ પરમારે રેનુબેન ને પણ માર માર્યો હતો .

ત્યારે ઘર કંકાસ માં પોતાના પતિ વિરૂધ્ધ પોલીસ મથકે ન્યાય મેળવવા પહોંચેલી ફરિયાદી મહિલાને પોલીસ કોંસ્ટેબલ પ્રકાશ પરમારે સાંભળવાના બદલે ઉલટાનું માર મારતાં રેનુબેને મહિલા પોલીસને ફોન કરતાં રેનું બેન અને તેમના દીકરાને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ સિવિલ પોલીસે તેમની નિવેદન લઈ ફરિયાદ નોંધતા આખરે મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો છે….

હોસ્પિટલની મધ્યસ્થી બાદ રેનુબેન પર હેડ કોન્સ્ટેબલ.પ્રકાશ પરમારે કરેલું ગેરકાયદેસર વર્તન અને ફરિયાદ હાલ તો ચોપડે નોંધાઈ છે..પરંતુ જ્યારે પોલીસ કઈ પણ તપાસ કર્યા વિના ફરિયાદીને જ આરોપી બનાવી દે તો આવા પોલીસ કર્મી રક્ષક કેવી રીતે કહી શકાય…આવા પોલીસ કર્મીઓને કારણે જ સમગ્ર પોલીસ બેડા ની નામોશી થઈ રહી છે ત્યારે કાયદાની ઓથ તળે દાદાગીરી કરતા આવા પોલીસ કર્મીઓ ને સબક સિખવવો જરૂરી છે.

જોકે હાલ તો રેનુબેનનું આ સમગ્ર ઘટના બાદ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે..પરંતુ સ્ટેટમેન્ટ બાદ પોલીસ કર્મી વિરૂધ્ધ કોઈ પગલાં લેવામાં આવશે કે પછી કાયદાની આડમાં બધું આટોપી લેવાશે એતો આવનારો સમય જ બતાવશે..


મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી??
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!