નરેશ રાણા – બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે. જેને લઈને એક પ્રેસ કોનફરન્સ યોજવામાં આવી હતી.
જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં કુલ 3,10,681 મતદારો છે,આ મતદારો પૈકી 1,61,293 પુરુષ અને 1,49,387 સ્ત્રી મતદારો છે. ત્યારે મતદાન દરમ્યાન 321 મતદાન મથક પર પ્રીસાઈડીંગ પોલિંગ, મહિલા અધિકારી સહિત 1412 અધિકારી ફરજ બજાવશે અને 275 સ્પેશિયલ કોલિંગ સ્ટેશન ઉભા કરાશે ઉપરાંત ચુંટણી દરમ્યાન સભા, રેલી, લાઉડ સ્પીકર માટે મંજૂરી મેળવવાની રહેશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું.
“# Gujarat Geeta Digital youtube videos..