નરેશ રાણા – પાલનપુર દ્વાર.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢ પંથક માં રાત્રિ દરમ્યાન વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં ખેડૂતોના ઊભા પાક માં નુકસાની થવાની દહેશત વ્યાપી ગઈ છે. ખેડૂતોએ પાકોની નુકસાની ને લઇ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં મગફળી અને બાજરી જેવા પાકો તૈયાર છે અને તેમાં.વરસાદ ખાબકતા ખેડૂતોના મોમાં આવેલો કોળીયો છીનવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે તૈયાર પાકો માં નુકસાન જાય તેવી પરિસ્થિતિમાં અમીરગઢ પંથક ના ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.
હાલમાં જોવા જઈએ તો તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી અને ખેડૂતો એ આ વર્ષે સારો પાક મેળવવાની આશાએ વાવની કરી હતી. પરંતુ મગફળી અને બાજરી જેવા તૈયાર થઈ ગયેલા પાકો ને ફરી વાર વરસાદે ધમરોળતા ખેડૂતો હાલ ભય ન ઓથર તળે જીવી રહ્યા છે.
“Gujarat Geeta Digital youtube videos”