અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના PSI જ્યોતિ ચરણને ઝોન 5 ડીસીપી એ સસ્પેન્ડ કર્યા છે. એપ્રિલ મહિનામાં બનેલા રાયોટિંગ ના ગુનાની યોગ્ય તપાસ કરી નહોતી. જે બાદ એક મહિનામાં જ હત્યાના પ્રયાસનો બન્યો હતો, જેથી DCP દ્વારા મહિલા PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
DCP સફીન હસને PSI ને સસ્પેન્ડ કર્યા રામોલ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ મહિનામાં રાયોટિંગ નો બનાવ બન્યો હતો. જે મામલે PSI જ્યોતિ ચારણ તપાસ કરી રહ્યા હતા. PSI જ્યોતિ ચારણે તપાસ દરમિયાન ચાર્જશીટ કરી નહોતી. આ ઉપરાંત પંચમાં પણ આરોપીઓના પાડોશીઓને જ રાખ્યા હતા. ગુનાની તપાસમાં આરોપીઓની ઓળખ પરેડ કરી નહોતી. આરોપીઓના મોબાઈલ ફોન કબ્જે કર્યાં ન હોતા.
સાહેદો ના નિવેદન પણ નોંધ્યા હતા. આ બનાવ બાદ આરોપીઓએ જ હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોંધાવી હતી. આમ તપાસમાં બેદરકારી બદલી PSI ને DCP સફીન હસન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.PSI ની તપાસમાં બેદરકારી સામે આવી હતી DCP સફિન હસને જણાવ્યું હતું કે, PSIની તપાસમાં બેદરકારી સામે આવી હતી. જેને ધ્યાને રાખીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ યોગ્ય કરવામાં આવી હોત તો બીજો બનાવ ના બનતો. જેથી PSI જ્યોતિ ચારણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.