અમદાવાદ શહેર . રાકેશ કુમાર યાદવ દ્વારા.
અમદાવાદ શહેર પોલીસની રોડ પર બાળકોને લઈ ભિક્ષાવૃત્તિ નાબુદી અભિયાન ચાલી રહ્યું છે,ત્યારે આ ભિક્ષાવૃત્તિ અભિયાનમાં પોલીસનો વરવો ચેહરો આવ્યો સામે છે.પકવાન ચાર રસ્તા પાસે એક પોલીસકર્મીએ ભિક્ષુક મહિલાને લાફો ઝીંકી દીધો છે અને રકઝક કરી પોલીસની ગાડીમાં બેસાડી દીધા છે,ત્યારે તેમનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા શહેરમાં ખળભળાટ મચ્યો છે.
સમગ્ર ઘટનામાં પાંચ લોકોને સલામત સ્થળે લઇ જઈ પૂછપરછ કરાશે સાથે સાથે તેઓ ભિક્ષાવૃતિમાંથી દૂર થાય અને કામકાજ કરે તેની લઈ માર્ગદર્શન આપવામાં આવશે ત્યારે પોલીસની એક તરફની સરાહનીય કામગીરી તો બીજી તરફ લાફો ઝીંકવા વાળી વાતથી શહેરમા ચર્ચાનો વિષય બન્યો છે,પોલીસ કામગીરી કરે છે પણ આવા વર્તનથી બદનામ પણ થઈ રહી છે.જાણો ATHU એટલે શું ATHU (Aanti Human Trafficking Unit) आा विलाग પોલીસમાં આવે છે. અને તેની ખાસ કામગીરી હોય છે.શહેરમાં ભિક્ષાવૃતિ તેમજ ગરીબ બાળકો હોટલમાં કે ચાની કીટલી પર કામ કરતા હોય ત્યારે આ વિભાગ દ્રારા રેડ કરવામાં આવે છે અને બાળકોને મજૂરીમાંથી છોડાવવામાં આવે છે અને જે હોટલના કે કીટલીના સંચાલક હોય તેની સામે ગુનો દાખલ કરવામાં આવે છે,એટીએચયુ એ પોલીસનો ખાસ વિભાગમાંનો એક વિભાગ છે જેમાં શહેરમાં બાળકોથી લઇ મહિલાને લઇ કામગીરી કરવામાં આવે છે.અમદાવાદ શહેર પોલીસ દ્રારા ભિક્ષાવૃતિ કરતા બાળકોને લઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે,જેમાં પાંચ બાળકોનું ગઈકાલે રેસ્કયૂ ATHU અને ICUAW ટીમ દ્રારા કરવામાં આવ્યું હતુ,આ અભિયાનમાં પોલીસ બાળકો તેમજ તેમની સાથે રહેલા મા-બાપને ગાડીમાં બેસાડી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્રારા એક મહિલાના લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો, જેના કારણે રોડ પર ઉભેલા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો,પકવાન ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી.