રાકેશ કુમાર યાદવ દ્વારા…
બાંગ્લાદેશથી ભારતમાં સારી નોકરી અપાવવાના બહાને ગેરકાયદેસર રીતે લાવી તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી બે સગીરા અને તેમની માતાને છોડાવવામાં આવ્યા છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની સાથે અન્ય એક આરોપી પણ સંડોવાયેલો છે. જેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. બાંગ્લાદેશથી અનેક સગીરાઓ અને યુવતીને અમદાવાદ ખાતે લાવીને દેહ વ્યાપાર કરાવવામાં આવે છે.
“એકલતાનો લાભ લઇ એક સગીરા સાથે દુષ્કર્મ પણ કર્યું..”
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસીપીએ જણાવ્યું હતું કે,બાંગ્લાદેશથી સગીરાઓને લાવીને દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. જેની બાતમી મળતા વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટમાંથી બે સગીરાઓ અને તેની માતાને છોડાવવામાં આવી હતી. પોલીસે સાગર મિલન મંડલ (ઉં.વ. 26, રહે મૂળ, ચાંદપુર પશ્ચિમ બંગાળ)ને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બેથી અઢી મહિના પહેલા આરોપી સાગર મિલન મંડળ તથા મહંમદ કરી ઉર્ફે અબ્દુલ કરી મંડળ (રહે. રબારી વસાહત ઓઢવ, મૂળ. બાંગ્લાદેશ) અમદાવાદમાં નોકરી આપવાના બહાને બાંગ્લાદેશથી લઈને આવ્યો હતો વસ્ત્રાલ ખાતે ભાડાના મકાનમાં રાખ્યા હતા. દરમિયાનમાં સાગર મંડળે એકલતાનો લાભ લઇ એક સગીરા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું.
” મહંમદ કરીમને ઝડપી પાડવા કવાયત શરૂ…”
વધુમાં જાણવા મળ્યું હતું કે, આરોપી સાગર અને મહંમદ કરીમ બંને સગીરાઓને અમદાવાદને અલગ અલગ વિસ્તારમાં ગ્રાહકો પાસે મોકલી દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો અને આર્થિક ફાયદો મેળવતો હતો. આરોપી સાગર મંડલની ધરપકડ કરી છે જ્યારે મહંમદ કરીમ ને ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે.
” 100થી વધુ સગીરાઓ આ દેહવેપારમાં સંડોવાયેલી હોવાનું પોલીસને આશંકા…”
આરોપી એસપી રિંગ રોડ પર આવેલી અલગ અલગ હોટલોમાં આ સગીરાઓને દેહવેપાર માટે મોકલતો હતો. બાંગ્લાદેશથી અનેક સગીરાઓને ગેરકાયદેસર રીતે અમદાવાદમાં લાવી હોવાનું જાણવા મળ્યું છે અંદાજે 100થી વધુ સગીરાઓ આ દેહવેપારમાં સંડોવાયેલી હોવાનું પોલીસને આશંકા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. અન્ય આરોપી ઝડપાયા બાદ કયા કયા વિસ્તારમાં સગીરાઓ રહે છે અને દેવાપાર કરાવવામાં આવે છે તેની જાણકારી બહાર આવશે.