અમદાવાદ શહેરના પુર્વ વિસ્તાર સરદારનગર નાં ITI રોડ કુબેરનગર પાસે આવેલા રાધેશ્યામ પાર્ક સોસાયટીમાં વર્ષ “2018 થી 2021 ” સુધી સળંગ અને સતત કુલ 12 મકાનોના સભ્યોનો વસવાટ છે.AMC ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ તરફથી આ જમીન ઉપર જે મકાનો બાંધવામાં આવેલા છે. તે મકાનો ગેરકાયદેસરના છે તેવી ત્રણ વખત નોટિસ પણ મળી હતી. તેમજ પ્રત્યક્ષ કબજો ખાલી કરી કોર્પોરેશન ને સોંપી દેવું તેવો નોટિસ માં ઊલ્લેખ પણ કરવામાં આવ્યો હતો . રાધેશ્યામ પાર્ક સોસાયટી માં મકાન નંબર 72 કુબેરનગર બહુ ચર્ચિત એસ્ટેટ બ્રોકરે પોતાના દીકરા નાં નામ પર અંદાજિત રૂપિયા 27,50,000 માં લીધેલા હતાં.
ત્યારબાદ આ મકાન જેમા ઉત્તર ઝોન AMC એસ્ટેટ દ્વારા ત્રણ નોટિસ મળતા આ કુબેરનગર ના એસ્ટેટ બ્રોકર તથા વર્ષોથી રાધેશ્યામ પાર્કમાં વસવાટ કરનાર બ્રોકરની જોડીએ એક ગરીબ તથા સીધા માણસને આ મકાન નંબર 72 પોતાના અંગત નાણાકીય લાભ લેવા માટે અને તેના સાથે ઈરાદાપૂર્વક એક સંપ થઈ રૂપિયા 28,50,000 માં મકાન નંબર 72 છેતરપિંડી કરી વેચી નાખ્યું હતું ??..
રાધેશ્યામ સોસાયટીના મકાન નંબર 72 જે મહિલા દ્વારા લેવામાં આવ્યું હતું. તે મહિલાને રાધેશ્યામ પાર્ક સોસાયટી નાં ચેરમેન અને એસ્ટેટ બ્રોકરે AMC એસ્ટેટ વિભાગ ની નોટિસ નો કોઇ ઉલ્લેખ કર્યો નહિ… મકાન નંબર 72 જે વેચાણ લેનાર મહિલા દ્વારા રાધેશ્યામ પાર્કના ચેરમેન દ્વારા રૂપિયા 31,000 ટ્રાન્સફર ફી કમ્પ્યુટરાઈઝડ તૈયાર કરી લેવામાં આવ્યું હતું. નોટિસ ની કોઈપણ માહિતી ચેરમેન દ્વારા આપવામાં આવી નથી. જેથી આ સાબિત થાય છે. વેચનાર એસ્ટેટ બ્રોકર ન પક્ષમાં મદદરૂપ તરીકે રાધેશ્યામ પાર્ક સોસાયટીના ચેરમેન પણ હતા..???.
તાજેતરમાં આ બાંધકામને નોટીસ આપ્યા પછી તોડી પાડવામાં આવ્યું છે.. જેથી મકાન નંબર 72 નાં મહીલા માલિકે પોતાના પતિ સાથે સરદારનગર પોલીસ સ્ટેશન માં 7 મહિના માં વિગત રૂપે લેખિત ફરિયાદ છેતરપિંડી તથા ” લેન્ડ – ગ્રેબિગ ” પુરાવા સાથે આપી હતી.
“
પોલીસ હવે પુરવના આધારે ચક્રો-ગતિમાન કર્યાં છે.