અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 18 પીઆઈ તેમજ 20 પીએસઆઈની આંતરિક બદલી કરી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 18 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે.
અમદાવાદ શહેરમાં પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે,લાંબા સમયથી બદલીની રાહ જોતા અમદાવાદના પોલીસ ઈન્સ્પેકટરોને નવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા મળશે,અમદાવાદ શહેર કમિશનરે એક જ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પીઆઈઓ તેમજ પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરી છે.
નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ આર.એમ.ઝાલા કે જેઓ બે વર્ષ જેટલા સમયથી નારોલ પોલીસ સ્ટેશનમાં હતા અને તેઓ બદલીની રાહ જોઈ રહ્યાં હતા અને તેમની પણ બદલી કરવામાં આવી છે.ગઈકાલે 8 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની પણ બદલી કરવામાં આવી છે.