ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીનું મહાસંમેલન અમદાવાદ ખાતે યોજાયું.

ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીનું મહાસંમેલન અમદાવાદ ખાતે યોજાયું.

Views 21

ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીનું મહાસંમેલન અમદાવાદ ખાતે યોજાયું.

ગુજરાત રાજ્યમાં ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટી દ્વારા બીજા વર્ષમાં મંગળ પ્રવેશના શુભ અવસર પર આજરોજ તા. ૧૯-૦૫-૨૦૨૪ના રોજ રવિવારે અમદાવાદ ખાતે મહાવીર કસરત શાળા, કુબેરનગર ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત સવારે ૯.૦૦ શરૂ કરવામાં આવી હતી. જેમાં બેન્ડબાજા સાથે તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવેલ હતું. બાદમાં સૌ કોઈએ અલ્પાહાર કર્યો હતો.

નરોડા વિધાનસભાના એમએલએ વતી તેમના પરિવારના સદસ્ય, ગૌરક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મનીષા બા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ખુશાલ આર. વર્મા, ઉપપ્રમુખ અંકુરભાઈ સાગર, પ્રદેશ મહામંત્રી એઝાજખાન પઠાણ દ્વારા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સંચાલન ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીના પ્રવક્તા સત્યેન્દ્ર આર. મિશ્રાએ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો નરોડા વિધાનસભાના એમએલએ વતી તેમના પરિવારના સદસ્ય, ગૌરક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મનીષા બા, દીપક બારોટ, એઝાજખાન પઠાણ, અંકુરભાઈ સાગર, કીર્તિબેન રાઠોડને મોમેન્ટો આપીને, ફૂલહાર કરીને, શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગૌરક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મનીષા બા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ જોષી, પ્રદેશ મહામંત્રી એઝાજખાન પઠાણે સુંદર પ્રવચન આપીને આરટીઆઈ કાયદા વિશે લોકોને જાગૃત કરવા માટે આહવાન ક્યું હતું.બપોરે ૧.૦૦ તમામ આગેવાનો, હોદ્દેદારોએ સાથે મળીને પ્રીતિ ભોજન કર્યું હતું કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ જોષી, કીર્તિબેન રાઠોડ, સંજયભાઈ સોની, બિંદુબેન, મીનાક્ષીબેન, મીડીયા સહયોગી રાકેશ યાદવ, ‘જગત ક્રાંતિ’ના પત્રકાર સુરેશભાઈ ડાભી, જયશ્રી વર્મા, હીરાલાલ પવાર, અમરતભાઈ રાજા, સંજયભાઈ પાંડે, અમરેલીથી સતીષભાઈ, મહેસાણાથી મયંકભાઈ નાયક, તપસ્વી વ્યાસ, નવસારીથી દૌલત મહોમ્મદ શેખ વિગેરે તમામ આગેવાન મિત્રોએ યોજાયેલ સંમેલનમાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બપોરે ૩.૦૦ કલાકે કાર્યક્રમનું સમાપન વિધી કરવામાં આવેલ હતું.

જાહેરત..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીનું મહાસંમેલન અમદાવાદ ખાતે યોજાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *