શહેર પોલીસમાં અંગ્રેજી નિયમો લાગુ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં પોલીસે જ પોલીસને દંડ ફટકાર્યો હોવાની વિગતો બહાર આવી. શહેરમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ ઇકબાલ હુસેન ઇસ્માઈલભાઈને રૂ.10નો દંડ ફટકારવામાં આવ્યો . ઇકબાલ હુસેનભાઈને સામાન્ય બાબતમાં દંડ ફટકારવામાં આવ્યો. શહેરમાં અંગ દઝાડતી ગરમીનો માહોલ છે. આવા સમયમાં લોકોની સેવામાં ખડેપગે રહેનાર પોલીસ સાથે પોલીસનું જ અમાનવીય વર્તન જોવા મળતા ચર્ચાનોં વિષય બની ગયો હતો.ઉનાળાની ગરમીમાં કોન્સ્ટેબલ ઇકબાલ ભાઈએ માથાના ભાગે ગરમી લાગતા તેમના યુનિફોર્મમાં સામેલ કેપ કાઢી નાખી હતી.
પોલીસકર્મીને સામાન્ય બાબતમાં દંડ ફટકારતા ચર્ચાનોં વિષય બન્યો”
કેપ કાઢી તેમણે રૂમાલથી મોં લૂછયું હતું. તેમના આ કાર્ય બદલ તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરતા પોલીસ કમિશ્નર કચેરીથી તેમને રૂ. 10 ભરવાની નોટિસ આપવામાં આવી. આ મામલે એવી ચર્ચાઓ થઈ હતી કે કોન્સ્ટેબલનો પગાર ઓછો હોય તેની સામે રૂમાલથી મોં લૂછવા અને માથેથી કેપ કાઢવા બાબતે દંડ ફટકારવોએ વધુ પડતી હિટલર શાહી કહી શકાય. જો પોલીસના આવા હાલ છે તો આ હિટલર નિયમો નાગરિકોને પણ પરેશાન કરી શકે છે.