અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂ ની પ્રવૃત્તિ પર દરોડા- નરોડા / કૃષ્ણનગર.

અમદાવાદના નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થા સાથે ક્રાઈમ બ્રાંચે એક મહિલા સહિત બે શખસની ધરપકડ કરી છે. તે ઉપરાંત 830 રૂપિયા રોકડા, 5460 રૂપિયાની મત્તાનો 273 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચે અમદાવાદના નરોડા અને કૃષ્ણનગરમાં ખાનગી રાહે મળેલી બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. જેમાં કૃષ્ણનગરની ઝંડાવાળી ચાલીમાં રહેતા રાજેશ શેતાણિયા નામના શખસ પાસેથી 2520 રૂપિયાની કિંમતનો 126 લીટર દેશી દારૂનો જથ્થો અને રોકડા 1150 રૂપિયા કબજે કર્યાં હતાં.
“ઝોન – 4 ની હદ મા ક્રાઇમ બ્રાંચનો સપાટો.”
નરોડાના મુઠીયા ગામ પાસે રામદેવનગરની કેનાલ પાસે જાહેરમાં દેશી દારૂ વેચતા મહિલા આરોપી પૂનમ ચૌહાણ પાસેથી 1300 રૂપિયાની કિંમતનો 65 લિટર દારૂ ઝડપાયો હતો. તેની પાસેથી રોકડા 680 રૂપિયા પણ મળ્યા હતાં. જ્યારે નરોડામાં ગણપતિ મંદિરની પાછળ બાવાની મઢી પાસેના છાપરામાં રહેતા સૂરજ સલાટ પાસેથી 1640 રૂપિયાની કિંમતનો 82 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચે ત્રણેયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Gujarat Geeta Digital news