વેપારી પર હુમલો કરી અમરાઈવાડી પોલીસ ને ચેલેન્જ આપનાર રીઢા ગુનેગારની ધરપકડ.

અમદાવાદ – અમરાઈવાડી પોલીસે અર્જુન મુદલિયાર નામના રીઢા ગુનેગારની ધરપકડ કરી છે.બનાવ ની વિગત એવી છે કે 15 જૂન ની રાત્રે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા વેપારી અજય ઐયર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જે હુમલો એક કાયર આરોપી ની જેમ કરવામાં આવ્યો હતો આરોપી અર્જુન મુદલિયાર દ્વારા જૂની અદાવત બાબતે સમાધાન કરવાનું કહી હાથ પગ જોડી ને માફી માંગી ને અંધારા માં વેપારી ની નજર ચૂકવી ને અર્જુને ચાકુ નો ઘા કર્યો હતો જેમાં તેની માં પણ હુમલા માં સામેલ હતી હુમલો કર્યા બાદ મુખ્ય આરોપી અર્જુન તેની સાથે તેની માં નિર્મલા મુદલિયાર અને ભરત મુદલિયાર ફરાર થઈ ગયા હતા. અને લાકડા ગેંગ ના મુખ્ય સૂત્રધાર યોગેશ દ્દદા ની શરણ માં જતા રહ્યા હતા પોલીસ દ્વારા યોગેશ ને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા પરંતુ તે પણ ભુગર્ભ ઉતરી ગયો હતો.બનાવ બન્યા બાદ અર્જુન મુદલિયાર દ્વારા વેપારી અજય ઐયર ના નાના ભાઈ વિજય ઐયર ને પણ ફોન પર જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેની વિરુદ્ધ માં અમરાઇવાડી પોલીસ મથકે IPC 507 મુજબ નો બીજો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.ગુના ની ગંભીરતા ને જોતા ઝોન-5 DCP અચલ ત્યાગી ની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ગુના ની તપાસ ચાલી હતી જેમાં 15 થી 20 જણ ની ટીમે દિવસ રાત મહેનત કરી ને મોબાઇલ લોકેશન ટ્રેસ કરીને અર્જુન ના ઠેક ઠેકાણે રેડ મારી ને,ટેક્નિકલ સર્વેલન્સ ની મદદ લઈને આરોપી ની પકડી પાડવામાં આવ્યો છે.અર્જુન ની ધરપકડ બાદ પોલીસ તપાસ માં એક મહત્વપૂર્ણ જાણકારી પણ સામે આવી છે

જેમાં અર્જુન ‘પાસા’ ના વોરેન્ટ સામે ઘણા સમય થી ફરાર હતો જેમાં પોલીસ હવે તેને ‘પાસા’ હેઠળ પણ જેલ માં મોકલશે. અર્જુન મુદલિયાર ના માથે 10 થી પણ વધુ ગુના નોંધાયેલા છે જેમાં પ્રોહીબિશન, બળાત્કાર, મારામારી જેવા ગંભીર ગુનાઓ સામેલ છે.આવા આરોપી ને પકડી પાડવા માટે DCP અચલ ત્યાગી દ્વારા ઇન્સપેક્ટર ડી.બી.મહેતા દ્વારા અને સમગ્ર અમરાઈવાડી પોલીસના સ્ટાફ દ્વારા દિવસ રાત જોયા વગર જે મહેનત કરવામાં આવી છે તે મહેનત ની નોંધ અન્ય પોલીસે પણ લેવી જોઈએ. આ ગુનામાં અર્જુન ની માં નિર્મલા મુદલિયાર અને ભાઈ ભરત મુદલિયાર હજી પણ પોલીસ પકડ થી દુર છે હવે જોવાનું એ પણ રહેછે કે અમરાઈવાડી પોલીસ અર્જુન ની માં અને તેના ભાઈ ને પકડી પાડે છે કે નહિં..?


વેપારી પર હુમલો કરી અમરાઈવાડી પોલીસ ને ચેલેન્જ આપનાર રીઢા ગુનેગારની ધરપકડ.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!