અમદાવાદમાં જમીન ખાલી કરાવવાની સોપારી લેનાર અલ્તાફ બાસીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ..

અમદાવાદના ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન નજીક ગત 10 મી એ સ્થાનિક રહેવાસીઓ અને કોર્પોરેટર સાથે ઝઘડો અને હુમલો કરી પુનઃ એક વખત વિવાદમાં આવેલ કુખ્યાત અને માથાભારે અલ્તાફ બાસી ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
અમદાવાદ ના ગોમોતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન નજીક માથાભારે અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુખ્યાત અલ્તાફ બાસી તેના ભત્રીજા, ભાણા સહિત ના સંબંધીઓ અને સાગરીતો સાથે ગત 10 મીએ આતંક મચાવી ભયનો માહોલ સર્જી દીધો હતો.ઘરોમાં રહેલા મહિલા બાળકોએ ભયના માર્યા બુમાબુમ કરી મૂકી હતી, ગોમતીપુરના સ્થાનિક કોર્પોરેટર રૂખસાનાબેન ઘાંચીએ જ્યારે આ મામલામાં ઝંપલાવ્યુંતો તેઓ પર પણ હુમલો કરી દીધો.
સુરત નજીક ટ્રેસ કરી આરોપી ઝડપાયોJCP શરદ સિંઘલે જણાવ્યું કે પોલીસ કમિશ્નર ના આદેશથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટિમો અલ્તાફ બાસીનું પગેરું મેળવવા પ્રયત્નશીલ બની હતી, દરમ્યાન માહિતી મળી કે તે મુંબઈ ભાગવાની ફિરાક માં છે,
ક્રાઇમ બ્રાન્ચે તેને સુરત નજીક ટ્રેસ કર્યો અને ઝડપી પાડ્યો અલ્તાફ બાસી આમ તો સામાન્ય ટપોરી હતો, પરંતુ સમય જતાં તેને ચોક્કસ પોલીસ અધિકારીઓ, અને રાજકીય નેતાઓનું પડદા પાછળ સમર્થન મળતું ગયું અને ત્યાર બાદ તે બાપુનગર, રખિયાલ ગોમતીપુર તથા આસપાસના વિસ્તારોમાં ધાકધમકી, દાદાગીરી અને ભયનું સામ્રાજ્ય સર્જતો રહ્યો, તેની વિરુદ્ધ 17 ગુનાઓ અત્યાર સુધી દાખલ થઈ ચૂક્યા છે, હત્યાના ગુનામાં હાલ તે જામીન મુક્ત છે.
– સોપારી આપનારની તપાસ..
વિવાદ વધુ વકરે તે પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શાણપણ દર્શાવી અલ્તાફ બાસીને તો ઝડપી પાડ્યો છે, પરંતુ તેને સોપારી આપનાર અને પીઠબળ પૂરું પાડનાર એ મોટા માથાઓ ના ગાળા માં અમદાવાદ પોલીસ કાયદા નો સકંજો કસશે કે કેમ તે આવનાર સમય બતાવશે.
જાહેરાત ….
