પોલીસના ફેરવીટ લિકર સપ્લાયરને ઝડપાયો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર પોલીસના ફેવરીટ લીકર સપ્લાયર આશુ અગ્રવાલની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ અધિકારીઓની સીધી સંડોવણી સામે આવી રહી છે. પોલીસે ઉત્તર ગુજરાતની પોલીસના ફેવરીટ લીકર સપ્લાયરને ઝડપી લીધા બાદ હવે મધ્ય ગુજરાતની પોલીસના ફેરવીટ લિકર સપ્લાયરને ઝડપી લીધો છે.
ભરત ડાંગી ગોવાના એક રિસોર્ટમાં હતો
રાજસ્થાનથી ગુજરાતમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાય કરનાર લીકર સપ્લાયર ભરત ઉર્ફે ભુરાજી ઉદાજી ડાંગીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોવાના રિસોર્ટમાંથી ઉઠાવી લીધો હતો. ભરત ડાંગી વિરૂદ્ધ જે પોલીસ મથકોમાં કેસ નોંધાયા હતા. તે પોલીસ તેને નહીં પકડતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
કરોડો રૂપિયાના દારૂ વડોદરા, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ઠાલવનારો ભરત ડાંગી લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો. સ્થાનિક પોલીસ તેને પકડવાના પ્રયાસ પણ કરતી નહોતી. જેને પગલે ભરત ડાંગી ઉનાળામાં ગોવાના એક રિસોર્ટમાં વેકેશન માણવા પહોંચી ગયો હતો.
ટ્રક ભરીને દારૂ પહોંચાડવાના કેસમાં વોન્ટેડ જે અંગેની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલના એસીપી કે.ટી. કામરીયાને થઈ હતી. તેમણે તરત જ પોતાની ટીમને ગોવા મોકલી હતી. ગોવાથી પોલીસે ભરત ડાંગીને ઝડપી લીધો છે. વડોદરાના હરણી પોલીસ મથકમાં તેના વિરૂદ્ધ ટ્રક ભરીને દારૂ પહોંચાડવાના કેસમાં વોન્ટેડ છે. જેને પગલે હવે તેને વડોદરા પોલીસને હવાલે કરવામાં આવશે. જો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ભરત ડાંગી કે જેના પર 50 હજારનું ઇનામ હતું તેની તટસ્થ તપાસ કરે તો ચોક્કસ ઘણા પોલીસકર્મીઓની સંડોવણી સામે આવે તેવી સંભાવના છે.