અમદાવાદના નરોડામાં ચાલતા જુગારધામ પર વિજિલન્સની રેડ

રાકેશકુમાર યાદવ દ્વારા.

અમદાવાદના નરોડા વિસ્તાર પહેલાથી જ બદનામ છે, ત્યારે અહીંયા સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) રેડ કરીને પાંચ વ્યક્તિઓ જેઓ જુગારના આંકડા લખી રહ્યા હતા. તેમની સહિત બે આંકડા લખાવવા આવનારની ધરપકડ કરી છે. જ્યારે આ જુગારધામ પર અન્ય કોઈ જગ્યાએ રેડ ના પડે તે માટે ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. તેની પણ પોલીસે અટકાયત કરી છે. તાજેતરમાં અમદાવાદમાં ઓઢવ વિસ્તાર તેમજ ખોખરા વિસ્તારમાં પણ સ્થાનિક પોલીસે જુગાર રમનારા લોકોની ધરપકડ કરી હતી.

અમદાવાદના નરોડા વિસ્તારમાં થોડા સમય અગાઉ બૂટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પીઆઇની બદલી પણ થઈ ગઈ તેમ છતાં, હજી પણ આ વિસ્તારમાં ગુનેગારો એક્ટિવ હોવાની સાબિતી થઈ રહી છે. કારણ કે સ્થાનિક પોલીસ જ્યાં રેડ નથી કરતી ત્યાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ રેડ કરવી પડે છે.

નરોડા વિસ્તારમાં નવા આવેલા પીઆઇ કેતન વ્યાસ પોતાના સ્ટાફ ઉપર ખૂબ વિશ્વાસ મૂકીને કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની જાણ બહાર સ્થાનિક પોલીસે વરલી મટકાંના જુગાર રમવાની શરૂઆત કરાવી દીધી હતી. જેની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલને થતાં નરોડા પાટિયા પાસે જવાહર કોલોનીમાં વરલી મતકનું રીતસર જુગારધામ ચાલતું હતું.આ જગ્યાએ સ્થાનિક પોલીસને જાણ ન હતી પણ SMCની ટીમને જાણ થતાં તેમને રેડ કરીને હિરેન પટેલ, અસલમ શેખ ( કેશિયર), રસિક વાઘેલા, હરીશ મારવાડી, આદિલ પઠાણ બે જુગાર રમવા આવનાર સહિત 7ને ઝડપ્યા છે. કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

youtub જાહેરાત.


અમદાવાદના નરોડામાં ચાલતા જુગારધામ પર વિજિલન્સની રેડ
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!