ક્રિકેટ સટ્ટામાં 10 લાખની લાંચ ના કેસ મા  PI બાબુ પટેલની ધરપકડ..!

અમદાવાદ પોલીસને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટ સટ્ટાના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સાયબર ક્રાઈમના PI, ASI અને હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી 10 લાખની લાંચ માગી હતી. આ લાંચની રકમ લેતા સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ અને ASI રંગે હાથે ઝડપ્યો.આરોપીઓ એ સિંધુભવન રોડ પર જાહેરમાં 10 લાખ લીધા હતા. આ મામલે મુખ્ય આરોપી PI બાબુ પટેલ ફરાર થઈ ગયો હતો.

શું હતી સમગ્ર ધટના..

અમદાવાદ સાઇબર ક્રાઇમ માં ક્રિકેટના સટ્ટાનો કેસ કરવામાં આવ્યો હતો. આ સટ્ટાનો કેસમાં આરોપીઓને સાઇબર ક્રાઇમના PI બી.એમ પટેલ અને હેડ કોન્સ્ટેબલ અમથા પટેલ રૂબરૂ મળ્યા હતા. આ કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સટ્ટાના કેસના આરોપીઓ પાસેથી PI અને કોન્સ્ટેબલે પૈસાની માગ કરી હતી. જે રકઝકના અંતે 10 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા.

સટ્ટા કેસનો આરોપી 10 લાખની લાંચ આપવા ઇચ્છતો ના હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા સમગ્ર મામલે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં સિંધુભવન હોલની બાજુમાં જાહેર રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ અમથા પટેલ અને સાઇબર ક્રાઇમના જ એસ.આઈ ગૌરવ ગામેતી 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી બી એમ પટેલ ફરાર થઈ ગયો હતો. ACBના અધિકારીએ જણાવ્યું કે, હાલ પ્રક્રિયા ચાલી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Gujarat Geeta Digital. YouTube .


ક્રિકેટ સટ્ટામાં 10 લાખની લાંચ ના કેસ મા  PI બાબુ પટેલની ધરપકડ..!
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!