સ્નેહમિલન ? : ગુનેગારોની ઓળખ પરેડમાં આરોપી પોલીસને પગે લાગી આશીર્વાદ લીધા. “યે પબ્લિક હૈ સબ જાનતી હૈ ?”

અમદાવાદ શહેરમાં વધી રહેલા લૂંટ ફાટ અને હત્યાના ગુનાઓમાં પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામે છે. તો બીજી તરફ પોલીસ હપ્તા લઈને ગુનેગારોને છાવરતી હોવાના આક્ષેપો પણ થતા હોય છે. ત્યારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પૂર્વે ગાયકવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોની ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં કેટલાક રીઢા આરોપીઓ પોતાના ઘરમાં ફરતા હોય તેવી રીતે આરામથી હરતા ફરતા અને હસી મજાક કરતા જોવા મળ્યા હતા. ગુનેગાર પોલીસને પગે લાગી આશીર્વાદ મેળવતા પણ નજરે પડ્યા હતા. તો બીજી તરફ કેટલાક રીઢા આરોપીઓ પોલીસે આપેલ વિવિધ રથયાત્રા ખર્ચ વિષેની પણ વાતો કરતા જોવા મળ્યા હતા.

ત્યારે સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન જતા ધ્રૂજતો હોય છે. તેજ રીતે જ્યારે ગુનેગારો પોલીસ સ્ટેશન જતા ધ્રુજશે ત્યારે ગુનાખોરીનું પ્રમાણ ચોક્કસથી ઘટશે.


સ્નેહમિલન ? : ગુનેગારોની ઓળખ પરેડમાં આરોપી પોલીસને પગે લાગી આશીર્વાદ લીધા. “યે પબ્લિક હૈ સબ જાનતી હૈ ?”
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!