નરોડા જીઆઈડીસીમાં ઇન્ગરસોલ કંપનીની પાછળ સિમ્ફોની એસ્ટેટમાં આવેલા શેડ નંબર 8ના ગોડાઉનમાંથી વહેલી સવારે ટેમ્પામાં દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી, જેના આધારે ટીમ રવિવારે રાતથી વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન વહેલી સવારે ટેમ્પોમાં દારૂ ભરાઈ રહ્યો હોવાની જાણ થતા જ ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં દારૂની 2326 બોટલ (કિંમત 14.65 લાખ) સાથે રાજુસિંહ રાવાત (નાના ચિલોડા) પકડાયો હતો.
રાજુસિંહની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, તેણે મિત્ર દેવેન્દ્રસિંહ ધાગલસિંહ રાજપૂત (નાના ચિલોડા) સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો શરૂ કર્યો હતો, જેના માટે તેમણે અનિલ પટેલ પાસેથી માસિક રૂ.23 હજારના ભાડાથી ગોડાઉન રાખ્યું હતું.
જોકે ગોડાઉન ભાડેથી લેતી વખતે તે બંનેએ નમકીન નો ધંધો કરવાનો હોવાનું કહીનો ગોડાઉન ભાડે રાખ્યું હતું. જ્યારે આ દારૂનો જથ્થો રાજસ્થાન ભીમના બુટલેગર પ્રદીપસિંહ રાવતે મોકલ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો શાહીબાગના બુટલેગર ભાવિન ઉર્ફે પંકજ અને મેઘાણીનગરના બુટલેગર લાલભાઈ ને આપવાનો હતો.માહિતીના આધારે પોલીસે અન્ય બુટલેગરો તેમ જ દારૂનો જથ્થો મોકલનાર ની તપાસ શરૂ કરી હતી. રાજુ સિંહ ની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતં ુ કે, પોલીસને શંકા ન જાય તે માટે તેઓ ટેમ્પો, લોડિંગ રિક્ષામાં નમકીન ના પેકેટ ની આડમાં દારૂની ડિલિવરી કરતા હતા.
“રાજસ્થાનથી મોડી રાતે ટ્રક ભરી દારૂ ગોડાઉનમાં ઠલવાતો હતો”
રાજુસિંહ અને દેવેન્દ્રસિંહ રાજસ્થાનથી ટ્રક ભરીને દારૂ મગાવતા હતા. રાતે 1 થી 5 વાગ્યા સુધીમાં આ ટક રાજસ્થાનથી દારૂ લઈને નરોડા જીઆઈડીસી. માં ગ એપ ખોલો જતી હતી અને મોડી રાતે ટ્રકમાંથી દારૂ ગોડાઉનમાં ઠાલવી દેવાતો હતો. ત્યાર બાદ ઓર્ડર પ્રમાણે છૂટાછવાયા બુટલેગરોને ટેમ્પો, લોડિંગ રિક્ષામાં ભરીને દારૂસપ્લાય કરવામાં આવતો હતો..