સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગતતા. ૨૧ નારોજ છારાનગરમાં આવેલ અર્જુનનગર સોસાયટીમાં રહેતો મોહીત સુનીલ બજરંગે બહારથી કેટલોક વિદેશી દારૂનો જથ્થોલાવીને પોતાના મકાનમાંરાખી મૂક્યો હોય તેવીટેલિફોનિક બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીની ખરાઈ કરી અન્ય પોલીસ કર્મીઓસાથે જણાવ્યાં સ્થળે દરોડો પાડયો હતો.
આદરમિયાન મકાનમાંથી ૨૫,૫૦૦ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની ૨૦૪ નંગ બોટલો મળી આવી હતી. જ્યારેઆરોપી પોલીસ આવેતે પહેલા ચકમો આપીને નાસી છુટ્યો હતો. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે