રાકેશ કુમાર યાદવ દ્વારા.
કૃષ્ણનગર વિસ્તારમાં શાહીબાગના બુટલેગરના પુત્રનું પાંચ શખ્સોએ અપહરણ કરીને માર માર્યો હતો. જેમાં યુવક સોસાયટી પાસે પહોચ્યો તે સમયે કારમાં આવેલા શખ્સોએ ડીપર કેમ મારી હતી કહીને તકરાર કરી હતી બાદમાં પાંચ શખ્સો યુવકનું કારમાં અપહરણ કરીને પાશ્વનાથ કેનાલ રોડ ઉપર લઇ જઇને હોકી લાકડીથી માર મારીને લોહી લુંહાણ કરીને ધમકી આપી હતી આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
કૃષ્ણનગર વિસ્તારમાં કેનાલ રોડ ઉપર રહેતા શાહીબાગના બુટલેગરના પુત્ર અજીતસિંહ રાઠોડ (ઉ.વ.૩૪)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે મોડી રાતે શાહીબાગમાં આવેલ હોટલ બંધ કરીને ઘરે જતો હતો. ત્યારે શ્યામ વિહાર સોસાયટી પાસે પહોચ્યો હતો સોસાયટીનો ગેટ બંધ હોવાથી ખૂલે તેની રાહ જોઇને ઉભો હતો..
દરમિયાન એક મસડીઝ ગાડીમાં સવાર બે શખ્સો આવ્યા અને રસ્તામાં ડીપર કેમાં મારતો હતો કહીને ગાળો બોલીને તકરાર કરવા લાગ્યા હતા યુવકે ગાળો કેમ બોલો છો તેવું પૂછતા જ મસડીઝ ગાડીમાં આવેલા બેમાંથી એક શખ્સે લાકડીથી યુવકના માથામાં એક ફટકો મારી દીધો હતો. ત્યારે બીજા શખ્સે ફોન કરીને કોઈને બોલાવતા એક બ્લેક કલરની કારમાં ત્રણ શખ્સોએ આવીને યુવકને મારી કારમાં બેસાડીને પાશ્વનાથ કેનાલ રોડ પાસે લઇ ગયા અને પાંચેય ભેગા મળીને યુવકને ઢોર માર માર્યો હતો અને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી…
પોલીસ દુરથી ઘટના નીહાળી રવાના કિશોરસિંહ રાઠોડના સાગરીતો જ્યારે મર્સિડીઝ ગાડીના કાચની તોડફોડ કરી રહ્યા હતા, તે સમયે પોલીસની એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. ઘટનાસ્થળેથી માત્ર 100 મીટર દૂર જ પોલીસની ગાડી હોવા છતાં પોલીસ કર્મચારીઓ મૂકપ્રેક્ષક બનીને આ ઘટનાને દૂરથી નીહાળીને રવાના થઈ ગયા હતા. આ અંગે તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
અહીં પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી રાત્રિ પેટ્રોલિંગ અને પ્રજાની સુરક્ષા સામે પોલીસે જ ગંભીર સવાલો ઉભા કર્યા છે.પોલીસ દુરથી ઘટના નીહાળી રવાના કિશોરસિંહ રાઠોડના સાગરીતો જ્યારે મર્સિડીઝ ગાડીના કાચની તોડફોડ કરી રહ્યા હતા,
તે સમયે પોલીસની એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. ઘટનાસ્થળેથી માત્ર 100 મીટર દૂર જ પોલીસની ગાડી હોવા છતાં પોલીસ કર્મચારીઓ મૂકપ્રેક્ષક બનીને આ ઘટનાને દૂરથી નીહાળી ને રવાના થઈ ગયા હતા. આ અંગે તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અહીં પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી રાત્રિ પેટ્રોલિંગ અને પ્રજાની સુરક્ષા સામે પોલીસે જ ગંભીર સવાલો ઉભા કર્યા છે.