અમદાવાદ શહેર ગોમતીપુરમાંથી મોંઘીદાટ કારમાં પસાર થઈ રહેલ દેશી દારૃને ઝડપી લેવાયો,

અમદાવાદમા મોંઘીદાટ કારમા ભરી સાબરમતી વિસ્તારમાં લઇ જવામાં આવતા દેશી દારુના જથ્થા સાથે એકને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડયો હતો. જ્યારે આ અંગે ગોમતીપુર પોલીસ મથકે ગુનો નોંધાવી ચાર શખ્સોને વૉન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ મોંઘીદાટ કારમાં પસાર થઈ રહેલ દેશી દારૃના જથ્થા ને પકડી સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનિક પોલીસનોં ખેલ પાડી દીધો હોવાની વાતો વહેતી થઇ હતી. જેને પગલે અનેક શંકા કુશંકા ઉઠવા પામી હતી. ઉલ્લેખનીય છે કે સાબરમતી વિસ્તારમાં મોકલવામાં આવતા આ પકડાયેલ દેશી દારુના જથ્થાએ સાબરમતી પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા કરી દીધા. ત્યારે અહીંયાં જિલ્લા બહાર તગેડી દેવામાં આવેલ હેલીકોપ્ટર શોર્ટથી પ્રખ્યાત ક્રિકેટરના નામનો પોલીસકર્મી કાયદાને ઘોળીને પી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેની સામે યોગ્ય પગલાં ભરી કડકાઈ દાખવાય તો પરિસ્થિતિ કંટ્રોલ આવી શકે તેમ છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે 810 લીટર દેશી 

દારૂ ભરી લઈ જતી મોંઘીદાટ કારને ગોમતીપુર વિસ્તારમાં રખીયાલ ચાર રસ્તા નજીક બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી હતી. એટલું નહીં આ દેશી દારૃ સાથે કાર ચાલક ધનજી વણઝારાને પણ ઝડપી લેવાયો હતો. જેની પૂછપરછમા સ્ટેટ મોનીટરીંગ સેલને સાબરમતી વિસ્તારમાં રહેતો બુટલેગર સુરેશ નટ એ દારુનોં જથ્થો હલદરવાસ કઠલાલ ખાતે અન્ય શખ્સ સાથે મોકલી આપ્યો હતો. જે આ દારુ સાબરમતી વિસ્તારમાં મોબાઇલ નંબરના આધારે આપવાનો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે 810 લીટર દેશી દારૃ સહિત કુલ 5. 21 લાખનોં મુદ્દામાલ કબ્જે કાર ચાલકની ધરપકડ કરી આ અંગે ગોમતીપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જ્યારે દારુ મોકલનાર , ગાડી માલિક અને અન્ય બે શખ્સોને વૉન્ટેડ જાહેર કરી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

” જાહેરત”


અમદાવાદ શહેર ગોમતીપુરમાંથી મોંઘીદાટ કારમાં પસાર થઈ રહેલ દેશી દારૃને ઝડપી લેવાયો,
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!