અમદાવાદ-કૃષ્ણનગર પોલીસે પાંચ મહિલાઓની જુગાર રમતા કરી ધરપકડ.

પોલીસે પોલીસ સ્ટેશન થી જામીન આપી છોડવાના લીધા 27 હજાર
સિંધી સમાજની મહિલાઓને બદનામ કરવા ખોટા કેસ કરાઈ છે.

અમદાવાદ.16
હિન્દૂ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસમાં જુગાર રમવું એક ધાર્મિક પરંપરાછે. પરંતુ પોતાની કામગીરી બતાવવા પોલીસ ખોટા કેસ પણ કરવામાં પણ ગભરાતી નથી.તેવો એક કિસ્સો કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયો છે.જેમાં ઉંમરલાયક પાંચ મહિલાઓના ઘરમાં ઘુસી જુગારનો ખોટો કેસ કરી જામીન માટે રૂપિયા સત્તાવીસ હજારનો તોડ કર્યો હોવાનું પોતે મહિલાઓએ વિડિઓ વાઇરલ કરી જાહેરાત કરી છે.

ગત સપ્તાહે પાર્શ્વનાથ નીલકંઠ સોસાયટીમાં પાંચ બહેનો શ્રાવણ માસ માં ફરાળીની વાનગીઓ બનાવવા ભેગી થઈ હતી.ત્યારે કૃષ્ણ નગર પોલીસ મથકના પો.કો.હિતેશ દેસાઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ કોઈ પણ સર્ચ વોરન્ટ કે ઉચ્ચ અધિકારીની પરવાનગી વિના હેમાબેન વાસુભાઈ ના ઘરે રેડ કરી હતી.પોલીસે પૈસાની બેગ ક્યાં છે તેવી પૂછપરછ કરી ઘરમાં શોધ ખોળ કરી હતી.ઘર માંથી કાઈ નહિ મળતા પાંચેય મહિલાની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી હતી.મહિલાઓને પ્રાઇવેટ કારમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.પતાવટ માટે રૂપિયા દોડ લાખ ની માંગણી કરી હતી.અંતે પોલીસ સ્ટેશન થી જ જામીન ઉપર છોડી મુકવા 27હજાર લઈ છોડી મુક્યા હતા. જામીન મળ્યા બાદ મહિલાઓની સાથે થયેલા અત્યાચારની વિરુદ્ધ પોતાનો વિડિઓ બનાવી ન્યાય મેળવવા માંગ કરી છે…!


અમદાવાદ-કૃષ્ણનગર પોલીસે પાંચ મહિલાઓની જુગાર રમતા કરી ધરપકડ.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!