અમદાવાદ શહેર:- સરદારનગર માંથી 395 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો..

સરદારનગર માં થી પીસીબીની ટીમે વિદેશી દારૂની 395 બોટલ ભરેલી ગાડી સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. બુટલેગર રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવતો હતો અને સરદારનગર – છારાનગર વિસ્તારના નાના નાના બુટલેગરોને સપ્યાલ કરતો હતો. પોલીસે દારૂ તેમજ ગાડી સહિત કુલ રૂ. 9.43 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પીસીબી પીઆઈ જે.પી.જાડેજાને મળેલી બાતમીના આધારે તેમની ટીમે કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે એક ગાડી પકડી પાડી તપાસ કરતા તેમાંથી કિંમત રૂ. 1.31 લાખની 395 બોટલ મળી આવી હતી.

આ સાથે પોલીસે બુટલેગર દિલીપ ઉર્ફે દિપુ દાઢી મનુભાઈ જેઠવાણી(41)(મારુતિ બંગલોઝ, હાંસોલ)ને ઝડપી લીધો હતો.પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, તે અને સરદારનગરમાં રહેતો બુટલેગર રવિ રાજુ ગેડ્ડી ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હતો. દિલિપ પાસેથી જે ગાડી મળી આવી હતી.

તે ગાડી પણ રવિની હતી.દિલીપ અને રવિ રાજસ્થાનથી ગાડીમાં દારૂનો જથ્થો લઈને આવતા હતા અને સરદારનગર – છારાનગર વિસ્તારના નાના – નાના બુટલેગરોને સપ્લાય કરતા હતા. જો કે પોલીસે રેડ પાડી ત્યારે રવિ હાજર નહીં હોવાથી પોલીસે તેને પકડવા તજવીજ શરૂ કરી છે…!

“Gujarat Geeta Digital youtube videos “

Ahmedabad AMC .


અમદાવાદ શહેર:- સરદારનગર માંથી 395 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો..
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!