અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાઈ રહ્યો છે..તેવી ઘટનાઓ વારંવાર જોવા મળી રહી છે. શહેરમાં ચોરી , લૂંટ, હત્યા જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ પણ ગુન્હાખોરી ને ડામવા એક્શન મોડમાં આવી ગઈ છે અને તેમ છતાં પણ શહેરમાં આતંક ઓછો નથી થઈ રહ્યો..જોકે હાલ વાત કરવામાં આવે અમદાવાદના ખોખરા વિસ્તારની તો આ વિસ્તાર મા આ સીવો સિંદે નામના એક માથાભારે ગણાતા શકશ નો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે સ્થાનિક લોકો પણ મજબૂર બની ગયા છે..ખુલ્લેઆમ દાદાગીરી કરતા આ શકશ પર અત્યાર સુધી કેટલાય ગુના નોંધાઈ ચૂક્યા છે. પરંતુ જાણે પોલીસનો કોઈ ખૌફ ના હોય તેમ આ શકશ ખુલ્લેઆમ ખોખરા વિસ્તારમાં લોકોને ડરાવી ધમકાવી ધમકીઓ આપતો જોવા મળે છે. ત્યારે ગઈ કાલે રાત્રે કોઈ નજીવી બાબતે ભોગ બનનાર વ્યક્તિના ઘરમાં ઘુસી જઈ શિવા સિન્દે નામના આ માથાભારે ઈસમે ચાકુ ના ચાર પાંચ ઘા મારી જીવલેણ હુમલો કરવાની ઘટનાને અંજામ આપ્યો હતો..
જીવલેણ હુમલાની આ ઘટનામાં તેના પિતા વસંતભાઈ અને તેનો બનેવી અરવિંદ એમ કુલ ત્રણે ભેગા મળી પ્રદીપ પંજાબી નામ ના શખ્સ ને જાન થી મારી નાખવા ની કોસીસ કરતા હાલ આ સમગ્ર મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે. જ્યારે હુમલામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હાલ svp હોસ્પિટલ મા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે આ ત્રણેય માથાભારે ઈસમોને આકરી સજા મળે એ માટે ઇજા પામનાર વ્યક્તિ સહિત સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.જ્યારે હાલ ખોખરા પોલીસે ન્યાયિક તપાસ બાદ લુખ્ખા ઓને પકડવા ની કામગીરી હાથ ધરી છે. જોકે હાલ તો આ ત્રણેય માથાભારે ઈસમોએ કરેલા ખૂની હુમલા બાદ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે ત્યારે આવા જાહેરમાં દાદાગીરી કરતા તત્ત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે આકરા પગલાં લેવા જરૂરી છે.