![](https://gujaratgeetanews.co.in/wp-content/uploads/2024/07/1000066498-768x1024.jpg)
ગુજરાતમાં આમ તો કહેવા પૂરતી દારૂબંધી છે. નામ પૂરતી દારૂબંધી ના ઓથા હેઠળ બૂટલેગરો ખુલ્લેઆમ દારૂ નો વેપલો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં બૂટલેગરો દારૂ વેચે તે વાત સામાન્ય રીતે માણી શકાય પરંતુ અહી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં જ દારૂબંધીના લીરેલીરા ઉડાડતો કિસ્સો જોવા મળ્યો છે. પોલીસ કમિશ્નર કચેરી ( પાર્કિંગ) દારૂની બોટલો જોવા મળતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. જોકે કમિશનર કચેરી માં જ PCB ની સ્કોડ હોવા છતાં એ જ કચેરીમાં દારૂ ની બોટલો જોવા મળતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. અહી જોવા જઈએ તો છેલ્લા કેટલાક દિવસથી દારૂને લઈને કમીશ્નર કચેરી વિવાદમાં ચાલી રહી છે. અને પોલીસ ની કામગીરી દારૂ પર પ્રતિબંધ કરવાની હોય છે. પરંતુ કચેરી ( પાર્કિંગ) દારૂ ની બોટલો જોવા મળી રહ્યો છે.ત્યારે શું પોલીસને આ બાબતે ધ્યાન નહિ હોય..?
![](https://gujaratgeetanews.co.in/wp-content/uploads/2024/07/1000066474-1024x378.png)
પોલીસ કમિશ્નર જી.એસ મલિકની દારૂબંધી ઉપર ઠીલી પકડ છે.જે આ ઘટના પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે.અને વધુ માં કચેરીમાં જ પીસીબી સ્કોડ હોવા છતાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી. આ ઘટના બાદ પોલીસ પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે. ગુજરાતની ગરિમા ને લાંછનરૂપ આ કિસ્સા બાદ હવે પોલીસ આ બાબતે શું એક્શન લેશે તે મોટો પ્રશ્ન છે ??.પરંતુ હકીકત માં તો આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં પોલીસ પ્રત્યે ધિક્કાર ની લાગણી જોવા મળી રહી છે??..જોકે વાત અહી અટકતી નથી…પોલીસ જ્યાં ત્યાં (શહેર) રેડ કરીને દારૂનો જથ્થો પકડી કેસ કરે છે …અને દારૂ ન વેચાણ પર પકડ જમાવવાની કોશિશ કરે છે.પરંતુ પોલીસ કમિશનરની કચેરી માં જ મળેલી દારૂની બોટલો બાબતે કોઈ પર આંગળી ચીંધી શકાય??…
આ બાબતે ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાય તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે??..અને ગુજરાતમાં દારૂબંધીના નામ પર હપ્તો ઉઘરાવતી પોલીસ પર પણ સકંજો કસી શકાય તેમ છે??…ત્યારે હવે ગૃહ વિભાગ આ બાબતને લઈને શું કાર્યવાહી કરશે. તેના પર લોકોની નજર છે..આમ જોવા જઈએ તો આ બાબત સામાન્ય નથી ..પણ આ કિસ્સામાં પોલીસની દરમ્યાનગીરી શું રહેવાની છે? એ આવનારી સમય જ બતાવશે..
youtube videos ..
…………જાહેરાત …….
![](https://gujaratgeetanews.co.in/wp-content/uploads/2024/07/1000001406-6.jpg)