રાકેશ કુમાર યાદવ દ્વારા.
અમદાવાદના પૂર્વ વિસ્તારમા દિવાળીના રાતે છેલ્લી ઘડીની ખરીદી કરવા નીકળેલા લોકો સાથે ટોળામાં લોકો મારામારી કરતા હોવાના તેમજ હાથમાં દંડા અને અન્ય વસ્તુ હોય તેવું વિડિયો મા દેખાઈ રહ્યું હતું.આ સમગ્ર ઘટના બાપુનગરના હીરાવાડી ની હોવાનું દ્રશ્યોમાં દેખાતી દુકાનો ના આધારે સ્પષ્ટ થયું હતું. ત્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા બે પોલીસ સ્ટેશનની પોલીસને ઘટનાની ખબર જ ન હતી જેમાં બાપુનગર પોલીસ ઇન્સ્પેક્ટર તો એવું કહે છે કે રાતે 12:30 સુધી હું આ વિસ્તારમાં હતો આવી કોઈ ઘટના બની નથી પરંતુ આ સમગ્ર બનાવ રાતના અંદાજે 10:00 વાગ્યાનો બન્યો હતો.જ્યારે કૃષ્ણનગર પોલીસ ઇન્સ્પેક્ટર પાસે આ વિડીયો આવતા તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.અને કોઈપણ ભોગ બનનાર તેમની પાસે આવે તો તેમની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાનું પણ અને ડરવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું.
અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં બનેલો એક બનાવ જેના વિડીયો વાઇરલ થયો હતો.સૂત્રોએ જણાવ્યું હતું કે રાતના અંદાજે 10:00 વાગ્યાની આસપાસ કેટલાક લોકો દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે નીકળ્યા હતા તે સમયે આ વિસ્તારના એક પાનના ગલ્લા નજીક બેઠેલા કેટલાક લોકો સાથે ખરીદી કરવા નીકળેલા લોકો સાથે કોઈ બાબતમાં બોલાચાલી થઈ હતી. થોડી વારમાં અહીંયા બેઠેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ધીમે ધીમે ભેગા થવા લાગ્યા હતા અને ઝપાઝપી થી શરૂ થઈને મામલો મુખ્ય માર્ગ સુધી આવી ગયો હતો હવે આ મુખ્ય માર્ગ પર બે પોલીસ સ્ટેશનની હદ લાગે છે જેમાં એક તરફ કૃષ્ણનગર અને બીજી તરફ બાપુનગર પોલીસ સ્ટેશનની હદ છે હવે આ બબાલ થઈ રહી હતી લોકો વિડીયો ઉતારી રહ્યા હતા લોકો બૂમો પાડી રહ્યા હતા એ તમામ દ્રશ્યો વીડિયોમાં દેખાયા હતા. અંદાજે રાતે દસ વાગે થયેલી આ બબાલ ના વિડીયો હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું.અને બબાલમાં ટોળા પણ દેખાઈ રહ્યા હતા.આ સમગ્ર મામલે બે હદના પોલીસ ઇન્સ્પેક્ટર નો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન આ સમગ્ર મામલે તપાસ કરવાની વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે વિડીયો અમારી પાસે આવ્યા જે પણ જવાબદાર હશે તેને કોઈને પણ છોડવામાં નહીં આવે અને કોઈએ પણ ડરવાની જરૂર નથી. આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગેર કાનૂની પ્રવૃત્તિ હતા અસામાજિક વર્તન ચલાવી લેવામાં આવશે નહીં.
બીજી તરફ આ જ બનાવ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ડી ગામીત નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો જ નથી 12:30 વાગ્યા સુધી હું હાજર હતો અને આવું કંઈ બન્યું નથી.