અમદાવાદ શહેરની પોલીસ અને તેની કાર્ય પધ્ધતિથી હર કોઈ વાકેફ છે..પોલીસની રહેમરાહે શહેરના અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેને રોકનાર કોઈ નથી…પોલીસ અને કાનૂનની ધજ્જીયા ઉડાડે એવી વધુ એક ઘટના શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન ની હદ માં બની છે. તમને જાણીને નવાઈ થશે પણ આ ઘટના ઈસનપુર પોલીસ સ્ટેશન સામે જ બની છે.જેમાં એક કથિત વીડિયોમાં એક બુટલેગર પોલીસસ્ટેશન ની પાસે જ બેસી ને પોલીસ ને ચેલેન્જ આપતો જોવા મળી રહ્યો છે..
” શું આ છે પોલીસનો ડર..?..”
જોકે આ વીડિયોની અને પુષ્ટિ નથી કરતા પરંતુ આ કથિત વિડિયો માં એક કલીમ ભૈયા નામ ના ઈસમે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસને ચેલેન્જ આપતા વિવાદ વકર્યો છે.ઈસનપુર પોલીસ મથકની હદમાં આવતા શાહઆલમ.પોલીસ ચોકી પાસે જઈ આ કલિમ ભૈયા નામનો ઈસમ ખૂલ્લેઆમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ને ચેલેન્જ આપતો જોવા મળી રહ્યો છે..
પોલીસ આ તમામ બાબતો થી અજાણ છે કે પછી મોટા માથા સામે પોલીસ ને કાર્યવાહી કરતા ડર લાગે છે ?? તે વિચારવા લાયક છે ?ઉલ્લેખનીય છે કે ઈસનપુર ના શાહઆલમ વિસ્તારમાં.લુખ્ખા તત્વો બેફામ બન્યા છે??..
વિસ્તારમાં બી. એસ.જાડેજા પી .આઇ તરીકે ફરજ બજાવે છે.અને દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા તમામ વહીવટ સંભાળે છે. ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશન હદ માં બેફામ રીતે અસામાજિક તત્વો નો રંજાડ વધી ગયો છે. તો સીધી રીતે સમજી શકાય કે આ વિસ્તારમાં પોલીસની ભૂમિકા શું હોય શકે??
જોકે વીડિયોમાં પોલીસ અને કાયમ બ્રાંચને ખુલ્લી ચેલેન્જ આપતા આ વીડિયો બાદ વહીવટદાર અને પી.આઇ.ની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએ આ અંગે તપાસ થાય તે જરૂરી છે..