અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ડાંગ તથા નવસારી જિલ્લા ના હોદ્દેદારો ને નિમણુંક પત્ર આપવાનો કાર્યક્રમ વઘઇ ખાતે યોજાયો.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના ડાંગ તથા નવસારી જિલ્લા ના નિમાયેલ નવનિયુક્ત હોદ્દેદારો ને તેમના નિમણુંક પત્ર આપવાનો કાર્યક્રમ ડાંગ જિલ્લા ના વઘઇ તાલુકામાં આવેલ કિલાદ કેમ્પ સાઈટ ના સભાખંડ માં રખાયો હતો.

કાર્યક્રમ ની શરૂઆત માં સ્વાગત પ્રવચન કર્યા બાદ તમામે પોતપોતાની ઓળખ આપી હતી ત્યારબાદ આવેલ તમામ મહાનુભાવો નું પુષ્પગુચ્છ આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડાંગ જિલ્લા ના નિમાયેલ હોદ્દેદારો માં પ્રભારી તરીકે શેખર ખેરનાર, જિલ્લા પ્રમુખ તરીકે ગિરીષકુમાર ભોયે, ઉપ પ્રમુખ તરીકે કાળુભાઇ ગાડવે ની નિમણુંક કરવામાં આવી છે. તેમજ જિલ્લા ની ટીમના અન્ય નિમણુંક પામેલ હોદ્દેદારો ને નિમણુંક પત્ર જિલ્લા લેવલે જિલ્લાની ટીમ દ્વારા ચર્ચા વિચારણા કરીને સ્થાનિક લેવલે આપવામાં આવશે જેવી માહિતી જણાવવા માં આવી હતી. આમજ નવસારી જિલ્લા માં પણ સાજીદ મકરાણી તેમજ તેમના અન્ય સાથીદારોની પણ નિમણુંક કરવામાં આવી હતી.


આ પ્રસંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવાડીયા, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને ગુજરાતના કા.અધ્યક્ષ અજયસિંહ પરમાર, રાષ્ટ્રીય કા. સભ્ય બાબુલાલ ચૌધરી, રાષ્ટ્રીય કા. મંત્રી જીતુભાઇ લખતરીયા, રાષ્ટ્રીય કા. સભ્ય સત્યેન્દ્ર મિશ્રા, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાવેશ મુલાણી, ગુજરાત પ્રદેશ મંત્રી શૈલેષ પરમાર , દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી જ્યોતિન્દ્ર ગોસ્વામી તથા મીડિયા સેલના સમ્રાટ બૌદ્ધ તથા ડાંગ અને નવસારી જિલ્લા ના પત્રકાર મિત્રો તમામ એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

youtubeAdd.


અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ડાંગ તથા નવસારી જિલ્લા ના હોદ્દેદારો ને નિમણુંક પત્ર આપવાનો કાર્યક્રમ વઘઇ ખાતે યોજાયો.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!