અમદાવાદમાં તહેવાર ટાળે જ એક દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે. જેમાં શહેરના શાહિબાગ અને ખોખરા વિસ્તારમાં બે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. તો અન્ય એક યુવક હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, હુમલામાં ઈજાગ્રસ્ત થયેલો યુવક સારવાર માટે એમ્બ્યુલન્સ માં સિવિલ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ફરીથી આરોપીએ પહોંચી યુવક પર ફરી વખત હોસ્પિટલમાં જ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.હાલ આ મામલે ગુનો નોંધી પોલીસે ફરાર આરોપીની શોધખોણ હાથ ધરી છે.હત્યાના કુખ્યાત આરોપીએ વધુ એક હત્યા કરી પહેલી ઘટનાની વાત કરીએ તો .
શહેરકોટડા માં મેમકો ના પ્રેમનગર માં રહેતા આલોક કુસવાહ નું તેમના પડોશમાં રહેતા ગોલુ તોમર સાથે ઝઘડો થયો હતો. અને તેઓ વચ્ચે મારામારી થઈ હતી. જેથી ઇજાગ્રસ્ત આલોકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આરોપી પુષ્યેન્દ્ર ઉર્ફે છોટુ તોમર, દિપુ તોમર, બબલુ ઉર્ફે બચુ તોમર અને અજાણ્યા શખ્સો છરી લઈને સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા.
જ્યાં એમ્બ્યુલન્સ માંથી આલોકને બહાર કાઢીને છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દીધી હતી. આરોપી હત્યા કરીને ફરાર થઇ જતા શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે, હોસ્પિટલમાં જ હુલમો થતા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા छे…
” Gujarat Geeta Digital youtube videos.