અમદાવાદ તા.23
શહેરમાં વારવાર દારૂ પકડાયો છે ત્યારે શુક્રવારે મોડી સાંજે પીસીબીએ ખોખરા વિસ્તારમાં દરોડા પાડીને અલગ અલગ જગ્યાએથી દેશી દારૂ ઝડપી આરોપીઓની ધરપકડ કરી છે.ગુજરાતમાં દારૂ બંધી હોવા છત્તા શહેરમાં બિન્દાસ પણે દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની વાતો થઇ રહી છે. શહેર પોલીસ કમિશનરે ગેરકાનૂની ધંધા બંધ કરાવવા માટે થઈને ઘણા વહીવટદારોની જિલ્લા બહાર અને કે કંપનીમાં બદલી કરી હતી. ત્યારે સ્થાનિક પોલીસ પર હાલ શંકાના વાદળો ઘેરાયા છે.
હવે જોવાનું એ રહેશે કે ચુંટણી પંચ કોઈ એક્શન લેશે કે કેમ. પીસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ખોખરાના ખોડિયાર માતાની ચાલી ઈલાજ ક્રોસિંગ પાસે પંજાબ નેશનલ બેન્ક સામે અમરત ઉર્ફે અમરું ઠાકોર તેના ઘર પાસે દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. ત્યારે દરોડા પાડતા મીણયાના થેલા મળી આવ્યા હતા.જે બાદ થેલામાં ચેક કરતાં પ્લાસ્ટિકની કોથળીઓમાં ચેક કરતાં દેશી દારૂ હોવાનું જણાતા આરોપીને ઝડપી તપાસ કરતાં એક બીજો થેલો મળી આવ્યો હતો. ત્યારે બધો માલ ચેક કરતાં કુલે 29 લિટર દારૂ મળી આવ્યો હતો.
ભૂતકાળમાં જવાબદાર કર્મીઓ સામે જિલ્લા બદલી સહિતના અનેક કડક પગલાં લેવાયા છે
અને આરોપી પાસેથી 470 રૂપિયા મળી આવ્યા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ દેશી દારૂ તે વેચવા માટે નડિયાદ ખાતેથી લાવ્યો હતો.બીજી તરફ pcb એ ભગવાન દાસની ચાલીમાં ઘર પાસે દેશી દારૂનું વેચાણ કરી રહેલી મીના મારવાડી નામની મહિલા બુટેલગરને પણ જથ્થા સાથે ઝડપી પાડી હતી. બધા ની વચ્ચે પોલીસ કમિશનરે ક્રોસ રેડોના આદેશ આપેલા છે પણ શહેરમાં ક્રોસ રેડ ભાગ્યેજ થતી હોય એવું લાગી રહ્યું છે.જેને પગલે ભ્રસ્ટ અધિકારીઓ અને કહેવાતા વહીવટદારો શહેર પોલીસ ખુદ કમિશનરના આદેશને ઘોળીને પી ગયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
એક જ સમાજના ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી “જય”ની બૂમો ઉઠી!
સામાન્ય રીતે સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદે ધંધાઓ સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.જોકે કડક કાર્યવાહી કરવામાં આવતી સ્થાનિક પોલીસની વાતોની પોલ અન્ય એજન્સીઓ દરોડા પાડી ઉઘાડી પાડી ઉઘાડી દે છે.ત્યારે પૂર્વ વિસ્તારમાં એક સમાજના ઉચ્ચ અધિકારીના આશીર્વાદ જાણે કે ફળી ગયા હોય તેમ ગેરકાનૂની ધંધાને મદદનું “જય” નામના પોલીસકર્મીને લાયસન્સ મળી ગયું હોય તેવી બૂમો એક તો ઠીક પણ બબ્બે પોલીસ મથકોમાં સંભળાઈ રહી છે. પોલીસ કમિશ્નર દ્વારા સચોટ રીતે તપાસ કરવામાં આવે તો જિલ્લા બહાર અથવા કાયદાકીય પગલાં ભરાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
શાન ઠેકાણે લાવી: કાયદામાં રહી કામ કરોની કડક સૂચના !
ખોખરા વિસ્તારમાં પિસીબી દ્વારા એક જ દિવસમાં બબ્બે દેશી દારૂના ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જે બાદ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દરોડા પાડનારા પોલીસકર્મીઓએ લાલઘૂમ થઇ કહેવાતા વહીવટદાર અને જવાબદારકર્મીઓને શાન ઠેકાણે રાખી અને કાયદામાં રહી કામ નહિ કરો તો જોવા જેવી થશે તેવી કડક પણે સૂચનાઓ આપી હતી.