અમદાવાદ નરોડા :- આ યુવતીએ એવું તો શું કર્યું કે, અમદાવાદીઓએ થાંભલા સાથે બાંધી માર્યો ઢોર માર- આ લેખ વાંચી તમે જ કહો કોણ સાચું ?

અમદાવાદ નરોડા :- આ યુવતીએ એવું તો શું કર્યું કે, અમદાવાદીઓએ થાંભલા સાથે બાંધી માર્યો ઢોર માર- આ લેખ વાંચી તમે જ કહો કોણ સાચું ?

Share with:


કોરોના મહામારીમાં સામાન્ય જનતા ખુબ જ ખરાબ સમય માંથી પસાર થઇ રહ્યા છે. આ સમય વચ્ચે અમદાવાદ માંથી ચોંકવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, લોકોએ અંદાજે 22 વર્ષની યુવતીને થાંભલા સાથે બાંધીને માર્ય માર્યો હતો. ખરેખર આ યુવતીએ જવેલર્સમાં હાથફેરો મારવાનો પ્રયાસ કર્યો હતો અને સફળ ન જતા લોકોએ તેને થાંભલા સાથે બાંધી કાયદો પોતાના હાથે લીધો હતો.
અંદાજે 20 થી 22 વર્ષની યુવતી સોના ચાંદીની દુકાનમાં ગઈ અને દાગીના પર હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનાથી પણ ખરાબ ત્યાંના સ્થાનિક લોકોએ યુવતીને થાંભલા સાથે બાંધી દીધી અને તેને બેહરહેમીથી મારવા લાગ્યા હતા. આ બનાવનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી. આ ઘટના દરમિયાન કઈ પણ થયું હોય પરંતુ યુવતીને બાંધીને પુરુષો મારતા હોય તે ઘટના ખુબ જ ઘૃણાસ્પદ માનવામાં આવી રહી છે.
સોના ચાંદીની દુકાન માં યુવતીનો ચોરી નો પ્રયાસ મળેલી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તારમાં આવેલી જવેલર્સમાં એક યુવતી ખરીદી કરવાના બહાને અંદર ગઈ હતી. દુકાનમાલિકનું ધ્યાન ભટકતા જ યુવતીએ તેના પર સ્પ્રે છાંટી દીધો અને કોઈ વસ્તુ લઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુકાન માલિકે તેને પકડી પાડી હતી. ત્યાર પછી નરોડા માછલી સર્કલ પાસે આ યુવતીને થાંભલા સાથે બાંધી દીધી હતી.
લોકોએ યુવતીને બાંધીને માર્યો માર આ આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. સીસીટીવી ફૂટેજમાં યુવતી જવેલર્સની દુકાનમાં ઉભેલી દેખાય છે અને પાછળ હાથમાં સ્પ્રે પણ છુપાવી રાખેલો દેખાય છે. થોડી વાર તે દુકાન માં ઉભી રહીને અચાનક દુકાન માલિકના ચહેરા પર સ્પ્રે છાંટીને કોઈ કિંમતી વસ્તુ લેવાનો પ્રયાસ કરે છે અને વસ્તુ હાથમાં ન આવતા ત્યાંથી ભાગી જાય છે. દુકાનદાર પણ તેનો પીછો કરે છે અને બીજા વિડિઓમાં લોકો યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારી રહ્યા છે તેવું નજરે ચડી આવે છે. યુવતી પોતાને છોડાવવા ઘણા પ્રયાસો કરે છે પરંતુ સ્થાનિક લોકો યુવતીને એટલો માર મારે છે કે, યુવતી ત્યાંની ત્યાં જ બેભાન થઇ જાય છે.
ઢોર યુવતીને માર મારતા યુવતી થઈ બેભાન આ આખી ઘટનામાં યુવતી ભલે ગુનેગાર હોય પરંતુ આ યુવતીને થાંભલે બાંધીને કેટલાક બેશરમ લોકો માર મારી રહ્યા હતા. જેમાં યુવતી બેભાન પણ થઈ હતી. આ ઘટનામાં આરોપી સગીરા પર પોલીસે ગુનો દાખલ કર્યો છે પરંતુ યુવતીને મારનાર સામે પણ કડક કાર્યવહી થવી જોઈએ તેવું લોકોનું આ વાયરલ વિડીયો જોઇને કહી રહ્યા છે..!

Share with:


News