અમદાવાદમાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા 108માં જવું ફરજિયાત નહીં ખાનગી વાહનોમાં પણ દર્દી જઈ શકશે : AMC.

અમદાવાદમાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા 108માં જવું ફરજિયાત નહીં ખાનગી વાહનોમાં પણ દર્દી જઈ શકશે : AMC.

Share with:


અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના ઓક્સિજન માટે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમા 108 એમ્બ્યુલન્સ મારફતે જ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, મંગળવારે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ઝાટકણી કાઢતા આખરે AMC દ્વારા તેનો 108થી એડમિટ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.

બેઠક બાદ નિર્ણય લેવાયો
ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ બાબતે ગંભીર નોંધ લઈ સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડો. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની મળેલી બેઠક કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા.

અધિકારીઓની બેઠકમાં લેવાયેલા નિર્ણય

  • કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય, ખાનગી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે.
  • 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે. બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે.
  • ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે.
  • કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે. 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે. જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે.
  • કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી
  • કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે.
  • દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિસ્પ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે.
  • કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે.
  • 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે.
  • કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGEની સુવિધા પૂરી પાડવાની રહેશે.

Share with:


News