કોરોનાની સ્થિતિ દેશમાં કથળતી જાય છે અને વેક્સિનેશન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8.45 થી 9:04 મિનિટે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના સામે દેશ મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાક સમય પહેલા પરિસ્થિતિ કાબૂમાં હતી. દેશના તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સ, એમ્બ્યુલન્સ ડ્રાઈવરની પ્રશંસા કરું છું. તમે તમારુ જીવન જોખમમાં મૂકીને લોકોને બચાવ્યાં છે. તમે તમારા જીવનની પરવાહ કર્યા વગર લોકોના જીવન બચાવ્યાં છે.
લોકો ને કરી અપીલ .
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા યુવાનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમારી સોસાયટી કે મહોલ્લામાં નાની-નાની કમિટી બનાવો અને જરૂરીયાત મંદોને મદદ કરો. આ સાથે કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરે તો લૉકડાઉન કે કન્ટેન્ટમેન્ટની જરૂરીયાત જ નહીં રહે.
ભારત સરકાર ઓક્સિજન માટે કામ કરાઈ રહ્યું છે?
અઘરામાં અઘરામાં પણ આપણે ધીરજ ન ગુમાવવી જોઈએ. આપણે સાચા નિર્ણયો લેવા જોઈએ. તોજ આપણે વિજય હાંસલ મેળવી શકીએ છીએ. આ મંત્રને નજરમાં રાખીને દેશ કામ કરી રહ્યો છે. આ વખતના કોરોનાના સંકટમાં દેશમાં ઓક્સિજનની માંગ ખૂબ વધી છે.કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, પ્રાઈવેટ સેક્ટર તમામ પૂરી કોશિશ કરી રહ્યાં છે દરેક જરુરીયાતમંદનો ઓક્સિજન મળી રહે. રાજ્યોમાં નવા ઓક્સિજન પ્લાન્ટમાં એક લાખ સિલિન્ડર પહોંચાડી રહ્યાં છે. ઝડપી ઓક્સિજન માટે કામ કરાઈ રહ્યું છે. ઓક્સિજન પ્રોડક્શન વધારાઈ રહ્યું છે.
વેક્સિનનો રાજ્ય સરકારને આપવામાં આવી રહ્યું છે?
વેક્સિનનો અડધો હિસ્સો રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સેક્ટરને મળશે. પહેલાની જેમ સરકારી હોસ્પિટલોમાં મફત રસી મળતી રહેશે. આપણા બધાનો પ્રયાસ જીવન બચાવવાનો છે. ટીકાકરણ અભિયાનથી કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્ક્સ, વૃદ્ધોને રસી અપાઈ છે. દુનિયામાં સૌથી ઝડપથી ભારતમાં 10 કરોડ, પછી 11 કરોડ અએ હવે 12 કરોડ વેક્સિન ડોઝ અપાયા છે.