એક બાજુ કોર્પોરેશન દ્વારા ડેમોલેશન થાય છે અને એની બાજુમાં જ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે..
રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આજે (10 મી ફેબ્રુઆરી) એએમસી ની ટીમ અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. નોબલનગર માં આવેલા કોમ્પલેક્ષની 25થી 30 દુકાનો પાડી પાડવામાં આવી હતી. વેપારીઓને દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહતો..
…….
માહિતી અનુસાર,નરોડાના નોબલનગરમાં આવેલા કોમ્પલેક્ષ ની 25થી 30 દુકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી. જેને લઈને દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અરજીનો જવાબ આવે તે પહેલા જ એએમસીની ટીમે પોલીસની હાજરીમાં દુકાનો તોડી પાડી હતી. દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહતો, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું..