નરોડામાં વેપારી સાથે હરિયાણાના પાંચ વેપારી અને એજન્ટ સહિત કુલ 6 લોકોએ 2 કરોડથી વધુનો માલસામાન ખરીદીને રૂપિયા ન ચૂકવીને ઠગાઇ આચરી છે જેમાં ચેકો આપ્યા હતા તે બેન્કમાં ભરતા રિર્ટન થયા હતા. આરોપી વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ રૂપિયા આપતા ન હતા. કંટાળીને વેપારીએ છ ગઠિયાઓ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
“ચેક રિટર્ન થયા:ગઠિયાઓએ માલસામાન ખરીદી રૂ. 2.09 કરોડ ન ચૂકવી ઠગાઇ કરી’
થલતેજમાં રહેતા 67 વર્ષીય ડાહ્યાભાઇ પટેલ નરોડા GIDCમાં ભાગીદારીમાં કંપની ધરાવી કેમિકલનું કામ કરે છે. જેમાં વર્ષ 2013માં તેમની મુલાકાત રાજસ્થાનના એમ.જે.પેગમેન્ટ એન્ડ એડીટીસના માલિક જશવંતકુમાર યાદવ સાથે મુલાકાત થઇ હતી. તે એજન્ટનું કામ પણ કરે છે. જે બાદ જશવંતે હરિયાણાના પ્રયાગ પોલીકેમ કંપનીના મિલન અગ્રવાલ તથા મનિષ અગ્રવાલ, નિખિલ અગ્રવાલ, રવિન્દ્ર અગ્રવાલ અને દેવેન્દ્ર અગ્રવાલ સાથે વર્ષ 2014માં મુલાકાત કરાવી હતી. બાદમાં તમામ સાથે ડાહ્યાભાઇને ધંધાકીય સંબંધો બંધાયા હતા. જેમાં શરૂઆતમાં માલસામાન લઇને સમયસર પેમેન્ટ કરતા ડાહ્યાભાઇને વિશ્વાસ આવ્યો હતો. જે બાદ તમામે વેપારી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 2.09 કરોડનો માલસામાન ઉધારમાં આપ્યો હતો. જેથી વેપારીએ ઉઘરાણી કરતા ગઠિયાઓએ જુદી-જુદી તારીખો ના ચેક આપ્યા હતા. જે બેન્કમાં ભરતા રિર્ટન થયા હતા. જેથી વારંવાર ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ન હતા. જેથી એજન્ટ જશવંતને ફોન કરતા તે પણ વાયદા કરવા લાગ્યો હતો. જે બાદ તમામે રૂપિયા આપવાની ના પાડી હતી. કંટાળીને વેપારી ડાહ્યાભાઇએ તમામ ગઠિયાઓ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
“Gujarat Geeta Digital youtube video ‘
દિલ્લી માં BJP ni સરકાર..