અમદાવાદ:- શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં નોંધાયેલી હનીટ્રેપ ની ફરિયાદમાં પોલીસે ખંડણી ની કલમનો ઉમેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. ipc 389 ની કલમનો ઉમેરો કર્યો છે.જેમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે. હુસ્નની જાળમાં ફસાવતી હાશીનાઓ પર લગામ લગાવવા માટે પોલીસેઆ કલમોનો ઉમેરો કર્યો છે. કલમ 389 એટલે કોઈપણ વ્યક્તિને ખોટા આરોપમાં ફસાવવાની બીક બતાવીને પૈસા પડાવવા થાય છે. નાના ચિલોડા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા એક વેપારી સાથે કુબેરનગરમાં રહેતી નીતુ આહુજા નામની સ્વરૂપવા યુવતીએ સોશિયલ મીડિયામાં દોસ્તી કેળવીને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. નરોડા પોલીસે નીતુ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
જેમાં ગઈ-કાલે ખંડણી ની કલમનો ઉમેરો કર્યો છે. ઉલ્લેખનીય છે. કે નીતુ આહુજા એ ગતવર્ષ વેપારીને facebook માં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. વેપારીએ રિક્વેસ્ટ ને એક્સેપ્ટ કરી લેતા મેસેન્જર માં વાતચીત શરૂ કરી હતી. અને ફેસબુક થી વેપારી નો નંબર લઈને ફોન કર્યો હતો. ત્યારબાદ મળવા માટે બોલાવ્યો હતો. વેપારી કારમાં લઈને નીતુને મળવા ગયો હતો. જ્યાં ગાંધીનગર જવાના રોડ પર નીતુએ તેને ઉત્તેજિત કર્યો હતો. વેપારીએ કરેલી અશ્લીલ હરકતો નીતુએ પોતાના મોબાઈલમાં ફોનમાં કેદ કરી લીધી હતી.
વિડીયો ઉતાર્યાના એકાદ વર્ષ બાદ નીતુએ પોતાનો અસલી ચહેરો બતાવીને વેપારી પાસે 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.નીતુ એ ફોન કરીને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતા અંતે નરોડા પોલીસે થોડા દિવસ પહેલા ગુનો દાખલ કર્યો હતો. નીતુ હાલ તેના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. ત્યારે કુબેરનગરમાં તેના વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.પોલીસ ગઈકાલે નીતુ વિરોધ ખંડણીની કલમો નો ઉમેરો કરીને તેને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.નીતુ એ પૂર્વ યોજિત કાવતરું ઘડીને વેપારીને પોતાના ની જાળમાં ફસાવ્યો હતો.