ઇ-કોમર્સ વેબસાઇટમાં ડી-બગીંગ સોફ્ટવેરથી ચેડા કરનાર ગેંગ ઝડપાઇ.

અમદાવાદના રીલિફ રોડ પરની એક ઓફિસમાં રાત્રે ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલે છે. આ ઓનલાઈન જુગારધામ પર દરોડા પાડવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇ કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણ સાયબર ગઠિયાને ઝડપી પાડ્યા છે. તેઓ ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ ગેટવે વખતે ચેડા કરી સવા લાખની વસ્તુ 3 રૂપિયામાં લઈ લેતા હતા. આ ગઠિયાઓએ આવી રીતે કુલ સાત કરોડના ઓર્ડર કરીને પાર્સલ મંગાવી લીધા હતા.
આ ગેંગ દ્વારા ઇ કોમર્સ સાઇટ પરથી સવા ત્રણ લાખનું લેટેસ્ટ ડ્રોન ચેડા કરીને સવા ત્રણ રૂપિયામાં મેળવી લેવામાં આવ્યું હતું અને પેકિંગ અને બિલ સાથે ડ્રોન સવા લાખ રૂપિયામાં વેચી દીધું હતું.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાણે જણાવ્યું હતું કે, ક્રિકેટ સટ્ટા અંગેની માહિતી મળતા ઇન્સ્પેક્ટર દીપક ઢોલા ટીમ સાથે દરોડા પાડવા પહોંચી ગયા હતા. રીલિફ રોડ પરની એક ઓફિસમાં બેસીને વિજય વાઘેલા અને નિતેશ ઉર્ફે છોટુ ઇ કોમર્સની સાઈટ પરથી જુદી જુદી વસ્તુઓના ઓર્ડર કરતા હતા. જોકે, ક્રિકેટ સટ્ટા બેટિંગ નો સટ્ટો પણ આ ઓફિસમાં લેવાતો હતો. પોલીસે જુગારનો કેસ કરવા ઉપરાંત વિજય અને નિતેશ ની પૂછપરછ કરતા તેમના સાથીદાર આદિલ ની મદદથી તેઓ ઇ કોમર્સ કંપનીને ચૂનો લગાડતા હોવાની કબુલાત કરી હતી.
“આરોપી ઝડપાયા”
વિજય અમરાભાઈ વાઘેલા (રહે. અશ્વમેઘ ટેનામેન્ટ, સોનરી બ્લોકની સામે, બાપુનગર, અમદાવાદ) રોલ:- સર્ચ એન્જિન પરથી ડીબગીંગ સોફ્ટવેર મેળવી બગ હંટીંગ કરી વેબસાઈટ કોમ્પ્રોમાઇઝ કરી પ્રોડક્ટ ઓર્ડર કરતા હતા.નિતેશ ઉર્ફે છોટુ સીતારામ નારાયણ મડતા (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગાયત્રી મંદિર પાસે, બાપુનગર) રોલ:- વિજયે બગ હંટીંગ કરી મેળવેલા પ્રોડેક્ટને વેચાણ કરીને રૂપિયા રોકડા કરી લેવાનાઆદિલ વિજયભાઈ પરમાર (રહે. રામીની ચાલી, ઓજસ હોસ્પિટલ પાસે, રખિયાલ રોડ) રોલ:- ઓનલાઈન સ્ટ્ટાની વેબસાઈટ પરથી પ્રાઇઝ પ્રેડિકશન કરી જુગાર રમી રૂપિયા કમાવવાના…!
અમદાવાદ શહેર ના દાણીલીમામાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. દેશી દારૂ…!!!