અમદાવાદઃ સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.વી. પટેલની બદલી…!
અમદાવાદઃ સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.વી. પટેલની બદલી…!

અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં ગુનેગારો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વધેલા વિવાદ બાદ સતત અનેક રજૂઆત અલગ અલગ જગ્યાએ થતી હતી. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેમની બદલી કરીને સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકી દીધા છે. હાલ સરદારનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સેકન્ડ PIને સોંપવામાં આવ્યો છે.

સરદારનગર ના પી. આઈ ને સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકી દીધા…”

અમદાવાદ શહેર પોલીસ કમિશનર ફરી એક વખત પોતાની કડક છબી સાબિત કરી છે. અગાઉ શિસ્તમાં ના હોય તેવા તમામ પોલીસ કર્મચારીઓ સામે એક્શન લીધું હતું, ત્યારે મળતી માહિતી અનુસાર અમદાવાદના સૌથી મોટા અને કમાવો ગણાતા સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.વી. પટેલની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં કરી દીધી છે. થોડા સમય પહેલા આ વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો હતો. તેના સિવાય બહારની એજન્સીઓની રેડ અને કેટલીક રજૂઆત બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. નવા પોલીસ ઈન્સ્પેક્ટરને ચાર્જ આપવા તૈયારી..!

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલ સરદારનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યો છે. હવે અમદાવાદ શહેરની અંદર પણ કેટલાક પીઆઇઓની આજે બદલ્યો થઈ છે.!


અમદાવાદઃ સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.વી. પટેલની બદલી…!
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!