અમદાવાદ શહેર :- કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, કરોડોનાં વિકાસકામો ની આપશે ભેટ .
Views 8

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. 23 જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન, તેઓ રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે.

“ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસકામોની આપશે ભેટ.”

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) પરમ દિવસે એટલે કે 23 જાન્યુઆરી, 2025 નાં રોજ ફરી એકવાર ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર (Gandhinagar) લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ નાગરિકોને રૂ. 651 કરોડનાં વિકાસકામોની ભેટ આપશે. માહિતી અનુસાર, ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે. ઉપરાંત, થલતેજ વોર્ડમાં રૂ.13 કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે..

“ચેનપુર અન્ડરપાસને ખુલ્લો મૂકાશે.

આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ (Bodakdev) વોર્ડમાં રૂ. 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસ ને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ (Ranip) ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે. તેમ સ્ટેન્ડીગ કમિટી નાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું..

“Gujarat Geeta Digital “

Ahmedabad નરોડા વિધાન સભા રાજવીર સર્કલ પાસે હેમુ કલાની.

Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0

અમદાવાદ શહેર :- કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, કરોડોનાં વિકાસકામો ની આપશે ભેટ .
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!