અમદાવાદ – સરદારનગર માં PCB એ 5 આરોપીને જુગાર રમતા ઝડપ્યાં, 1.62 લાખ રોકડ સહિત 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો..
Views 11

અમદવાદઃ સરદારનગર માં PCB ની રેડ સરદારનગરના કુબેરનગર છારાનગરમાં પતરાના શેડમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન જુગાર રમતા પાંચ આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી 1.62 લાખ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન સહિત 2.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી ફરાર છે. તમામ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ કરવામાં આવી હતી.

“આરોપીઓમાં કિશોર ( 18 વર્ષ કરતાં ઓછો ) પણ સામેલ…”

PCB એ બાતમીના આધારે કુબેરનગર. ના ચારાનગર માં ફ્રી કોલોનીમાં ચારે બાજુથી બંધ પતરાના શેડમાં રેડ કરી હતી. રેડ દરમિયાન દાણા અને પાસા નાખીને રમવામાં આવતો જુગાર ઝડપાયો હતો. જુગાર રમતા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક કિશોર વયનો છે. જ્યારે મુખ્ય આરોપી હર્ષદ મુગડો ફરાર છે, જે લિસ્ટેડ આરોપી છે. આરોપો પાસેથી 1.62 લાખ રોકડા, મોબાઈલ ફોન સહિત 2.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:PCB એ 5 આરોપીને જુગાર રમતા ઝડપ્યાં, 1.62 લાખ રોકડ સહિત 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

પકડાયેલા આરોપી.(1)અમિત ભાટિયા(2)અભાયા વાસવાની(3) સની લંગડો.(4) રાહુલ હમિયા.

” ઉલ્લેખની છે કે આટલી બધી રેડો સરદારનગર વિસ્તારમાં હોવા છતાં પણ સ્થાનિક પોલીસની કાયદા વ્યવસ્થા પર પ્રશ્નો કેમ ઉઠી રહ્યાં છે ? દારૂ જુગારના હપ્તા ઓ સ્થાની પોલીસને મળી રહ્યા છે શું ? જેના કારણે સ્થાનિક પોલીસ જુગાર. દારૂ પર રેડ નથી કરતી ? જો બહારની એજન્સીઓ ને ના છૂટકે રેટ કરવા પડે કાયદા વ્યવસ્થા ને સાંભળવા માટે ??? આ જુગારની લત ઉપર હવે યુવાનો પણ આવી ગયા છે ?. શા માટે સ્થાનિક પોલીસને આ બધું નથી દેખાતું? સરદાર નગર કુબેરનગર જેવા વિસ્તારમાં દારૂ અને જુગાર એ કોમન થઈ ગયું છે ? કેમ સ્થાનિક પોલીસ રેડીયો નથી કરતી ?

કોમ્બિંગ નાઇટ માં ઝોને 4 ને દારૂની ભટ્ટી સરદારનગર પોલીસ સ્ટેશન નાં વિસ્તાર છારાનગરમાં મળી શકે છે ? તો એ સ્થાનિક પોલીસને કેમ નથી મળતું દારૂની ભટ્ટીઓ ? તે મોટો પ્રશ્ન સ્થાનિક પોલીસ સ્ટેશનના તંત્ર ઉપર અને કાયદા વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ તરીકે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે? દારૂ જુગાર નું ધંધો વિસ્તારમાં યથાવત છે ?જે બહારની એજન્સી હોય કે પીસીબી હોય તેનાથી હકીકત સામે આવી રહી છે ?. પણ પીઆઇ નથી દેખતો આ બધું ?….

Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0

અમદાવાદ – સરદારનગર માં PCB એ 5 આરોપીને જુગાર રમતા ઝડપ્યાં, 1.62 લાખ રોકડ સહિત 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો..
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!