રાકેશ કુમાર યાદવ દ્વારા.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મોટા જથ્થામાં દારૂ પકડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. શાહપુર વિસ્તારમાં લાલા નામના બૂટલેગરે 250 પેટી દારૂ સંતાડ્યો હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળતા તેમણે રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે હજી આ રેડની પ્રક્રિયા ચાલુ છે. હજી દારૂનો જથ્થો ગણવામાં આવી રહ્યો છે અને આ સંદર્ભ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હજારો લીટર દારૂ ઝડપ્યો અમદાવાદ શહેરમાં તાજેતરમાં નરોડા વિસ્તારમાં દારૂનું ગોડાઉન પકડાયું હતું. ત્યારબાદ હવે અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે અને આ વખતે આ રેડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે. શાહપુર વિસ્તારમાં લાલા નામનો એક બૂટલેગર દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી રેડ કરીને હજારો બોટલ દારૂ પકડી પાડ્યો હતો.
અંદાજે અઢીસો પેટી દારૂ મળી આવ્યો આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાણે શું શાહપુર નાં પીઆઇ ઉપર આ દારૂના જથ્થા વિતરણ થી મળી આવા નાં કારણે તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટાક્રમમાં ને અંજામ આપતા. પીઆઈ ની ગંભીર બેદર કરી ને જોતાં શું. ઉચ્યા અધિકાર દ્વાર પીઆઇ ને સ્સપેન્ટ અથવા બદલી જેવી પ્રકિયા કરશે .
શાહપુર પોલિસ સ્ટેશન માં છેલ્લાં કેટલાક સમય થી દેશી દારૂ અંગ્રેજી દારૂ નો વેપાર વહીવટદાર ” મકર રાશિના“(જ++સિંહ) જેમાની નોકારી જ્યુનાલ કોર્ટ ( મેઘાણી નગર) માં છે. અને તે નો લાભ લેતા શાહપુર નાં સમગ્ર બે નંબર નાં ધાંધ ને મુખિક પ્રમિશનો આપવામા આવી હોવાની ચર્ચા પણ છે ??. હકીકત શું છે તે માત્ર ઉચ્યાં અધિકાર દ્વાર તપાસ હાથ ધરવામાં આવે તો વિસ્તારો મા ચાલતા બે નંબરી ધંધા ની ભાગીદારી કોણી કોણી કે તે ખ્યાલ તપાસ મા અવી જશે ?.